આ વિશે વાત કરતા ઈશા કંસારાએ જણાવ્યું કે, આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં કરવામાં આવ્યું છે. આ એક કોમેડી ફિલ્મ છે. જે લોકોને હસાવીને લોટપોટ કરી દેશે. વ્રજેશ હિરજી અને જોની લીવર એક જ ફિલ્મમાં હોય એવી આ પહેલી ફિલ્મ છે.
વધુમાં તેણીએ જણાવ્યું કે, મને એમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. તેમનો આટલા વર્ષનો અનુભવ મને ખૂબ જ કામ લાગ્યો છે. આ ફિલ્મ 29 નવેમ્બરના રોજ રિલીઝ થશે.