ETV Bharat / state

Ahmedabad News: વિન્ટેજ કાર લઈને પરિવાર ચાલ્યો વિદેશ પ્રવાસે, 16 દેશમાંથી પસાર થઈ લંડન પહોંચશે - family Ahmedabad will go to London via vintage car

"મુસાફિર હું યારો, ના ઘર હે, ના ઠિકાના, મુજે બસ ચલતે જાના હૈ...."અમદાવાદના ઠાકોર પરિવાર દ્વારા ત્રણ પેઢી એક સાથે 73 વર્ષ જૂની વિન્ટેજ કાર લઈને અમદાવાદથી લંડન સુધી પ્રવાસ કરશે. જેમાં 16 દેશો અને 12,000 કિમીનું અંતર કાપી અંદાજે બે મહિને લંડન પહોંચી પોતાના અભિયાને પૂર્ણ કરશે.

વિન્ટેજ કાર લઈને પરિવાર ચાલ્યો વિદેશ પ્રવાસે, 16 દેશમાંથી પસાર થઈ લંડન પહોંચશે

author img

By

Published : Aug 11, 2023, 12:13 PM IST

Updated : Aug 11, 2023, 1:26 PM IST

વિન્ટેજ કાર લઈને પરિવાર ચાલ્યો વિદેશ પ્રવાસે, 16 દેશમાંથી પસાર થઈ લંડન પહોંચશે

અમદાવાદ: ગુજરાતીઓ કઈ પણ કરે તે હટકે કરે છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદીઓની તો વાત જ અનોખી છે. અમદાવાદના ઠાકોર પરિવારે આખા ગુજરાતમાં પોતાનો વટ પાડયો છે. આજના સમયમાં વિદેશ જવું એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. વિદેશ જવા માટે લોકો વિમાન કે શીપના માધ્યમથી જતા હોય છે. પરંતુ હવે લોકો રોડથી પોતાના વાહન દ્વારા પણ વિદેશ જવાનો મોહ રાખતા હોય છે. ત્યારે અમદાવાદમાં જ રહેતા ઠાકોર પરિવાર પોતાની 73 વર્ષ જૂની વિન્ટેજ કાર લઈને અમદાવાદથી લંડન જવાનો અસાધારણ પ્રયાસ કરવા જઈ રહ્યા છે.

અમદાવાદના ઠાકોર પરિવાર દ્વારા ત્રણ પેઢી એક સાથે 73 વર્ષ કાર લઈને અમદાવાદથી લંડન સુધી પ્રવાસ કરશે

"73 વર્ષ જૂની આ વિન્ટેજ કારને લાલપરી નામ આપવામાં આવ્યું છે. આ રોડ ટ્રીપનો મુખ્ય ઉદ્દેશ કે લાલપરી જ્યાં પણ જાય છે ત્યાં લોકોને આનંદ આપ્યો છે. આ ખુશી અમે આખી દુનિયા સાથે શેર કરવા માંગીએ છીએ. જેના પગલે ગુજરાતના પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે પણ એકતાનો સંદેશો આપ્યો હતો. એ જ સંદેશા સાથે અમે વિશ્વને કહેવા માંગીએ છીએ કે આપણું ગામ આપણું શહેર આપણું, રાજ્ય અને આપણો દેશ કે સમગ્ર પૃથ્વી એક પરિવાર છીએ અને એક થઈને જ રહેવું જોઈએ"--દમન ઠાકોર, (પ્રવાસ કરનાર)

16 દેશો અને 12,000 કીમીનું અંતર કાપી અંદાજિત બે મહિને લંડન પહોંચી પોતાના અભિયાનનું પૂર્ણ કરશે

ત્રણ પેઢી એક સાથે: અમદાવાદના ઠાકોર પરિવાર 73 વર્ષ જૂની વિન્ટેજ કાર લઈને પોતાના પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરશે. જેમાં દમન ઠાકોર તેમના પિતા દેવલ ઠાકોર અને તેમની દીકરી દેવાંશી ઠાકોર આ વિન્ટેજ કારમાં સવાર થશે. અમદાવાદથી નીકળી તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. ત્યાંથી મુંબઈ ગેટ વે ઓફ ઇન્ડિયા અને ત્યાંથી શિપના માધ્યમથી દુબઈ પહોંચશે. દુબઈ પહોંચ્યા બાદ તેમના રોડ પરના પ્રવાસની શરૂઆત થશે.

16 દેશમાંથી નીકળશે: આ પ્રવાસ દરમિયાન કુલ 16 દેશોમાંથી પસાર થશે. જેમાં અમદાવાદથી શરૂઆત થઈને મુંબઈ, મુંબઈ થી શીપના માધ્યમથી દુબઈ અને દુબઈના રોડ મારફતે ઈરાન,અઝેરબીજાન, જ્યોર્જિયા,તુર્કી, બલગેરીયા, નોર્થ મેસેડોનીયા, આલ્બેનિયા, મોન્ટેનેગ્રો,ક્રોએશિયા, ઇટલી, સ્વીઝરલેન્ડ, જર્મની, બેલ્જિયમ, ફ્રાન્સ થઈને 60 દિવસમાં 12,000 કિલોમીટર કાપીને યુનાઇટેડ કિંગડમ ખાતે તેમના પ્રવાસનું સમાપન થશે. આ કારની સરેરાશ સ્પીડ 50 કિમીની પ્રતિ કલાકની રહેશે. જે રોજના 250 કિમીનું અંતર 8 કલાકમાં કાપશે. આ પ્રવાસ દરમિયાન વન વર્લ્ડ વન ફેમિલીનો સંદેશ આપવામાં આવશે.

ઇકો ફ્રેન્ડલી પ્રણાલી: આ પ્રવાસ દરમિયાન તેમને થનાર પડકારોને ધ્યાનમાં લઈને તેમની સાથે એક ટીમ વિન્ટેજ કાર રીપેરીંગ સ્પેશિયાલિસ્ટ ફોટોગ્રાફર સાથે એક મેડ ઇન ઇન્ડિયા કેમ્પર વન પણ જોડાશે જે વેનનું નામ લાલ પરી કી સહેલી આપવામાં આવ્યું છે. આ પ્રવાસ દરમિયાન વીજળીની જરૂરિયાત માટે સોલાર પેનલનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ સમગ્ર પ્રવાસ દરમિયાન ઇકોફ્રેન્ડલી પ્રણાલીને પણ પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં આવ્યો છે.

  1. Ahmedabad Love Story: કૈસા યે ઇશ્ક હૈ, થેલેસેમિયાની પીડિતા સાથે ફેરા ફરી નવીને નવા રંગો ભર્યા
  2. અજબ પ્રેમ કી ગજબ કહાની: કલોલમાં 26 વર્ષની શિક્ષિકાએ 14 વર્ષના વિદ્યાર્થીને આપ્યું 'પ્રેમનું ટ્યૂશન'

Last Updated : Aug 11, 2023, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.