ETV Bharat / state

કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઇ, સરકારી જમીનો પર કાર્યવાહીનો કરાયો આદેશ - Ahmedabad News

અમદાવાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ જેમાં ઉપસ્થિત અધિકારીઓને સરકારી જમીનો ખુલ્લી કરવા માટે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું ભવિષ્યમાં કોઈ સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરવાની હિંમત ન કરે તે પ્રકારે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.

કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઇ, સરકારી જમીનો પર કાર્યવાહીનો કરાયો આદેશ

author img

By

Published : Aug 22, 2021, 1:47 PM IST

  • અમદાવાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ
  • કલેક્ટરે સરકારી જમીન પરના ગેરકાયદે કબજો દૂર કરવા આદેશ આપ્યા
  • વેજલપુરના ધારાસભ્યએ રજૂ કર્યો હતો પ્રશ્ન

અમદાવાદ: જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સરકારી જમીનો ખુલ્લી કરવા માટે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કોવિડ મહામારી બાદ લાંબા સમય પછી અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલનની બેઠકમાં વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણના પ્રશ્નના સંદર્ભે અમલીકરણ અધિકારીઓને તાકીદ કરતા જિલ્લા કલેક્ટરે કહ્યું કે, ભવિષ્યમાં કોઈ સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરવાની હિંમત ન કરે તે પ્રકારે કાર્યવાહી કરો.

સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગે ચર્ચા

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સાબરમતી નદીના પ્રદૂષણ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભે જિલ્લા કલેક્ટરે GPCBના સ્ટાફની 15 દિવસમાં બેઠક યોજી કાર્યયોજના બનાવવાના નિર્દેશ આપ્યા હતા. કલેક્ટરે નદીના પ્રદૂષણ સંદર્ભે અમદાવાદ મહાનગરપાલિકા સાથે જરૂરી સંકલન કરી પ્રશ્નનો ઉકેલ આણવા માટે તાકીદ કરી હતી.

તાલુકા કક્ષાએ સંગઠન બેઠક યોજાશે

જિલ્લા સંકલનની બેઠક પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટેનું મહત્વનું ફોરમ ગણાવતા જિલ્લા કલેક્ટરે આગામી માસથી તાલુકા કક્ષાએ પણ સંકલન બેઠક યોજવા માટેની તમામ પ્રાંત અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા સંકલનની બેઠકમાં સરકારી જમીન પર દબાણ, અંતરિયાળ વિસ્તારોમાં એસ.ટી.ની સુવિધા, જળ-જમીન પ્રદૂષણ અને કોરોનાની સભંવિત ત્રીજી લહેર માટેની જિલ્લા વહીવટીતંત્રની પૂર્વ તૈયારી જેવા પ્રજાલક્ષી મુદ્દાઓની ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

બેઠકમાં કોણ રહ્યું હાજર

સંકલનની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પારુ પઢાર, રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિક, ધારાસભ્ય બલરામ થાવાણી, કિશોર ચૌહાણ, ઈમરાન ખેડાવાલા, કનુભ પટેલ, લાખા ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા અને જનસમસ્યાઓને વાચા આપી હતી. જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, જિલ્લા પોલીસ વડા વિરેન્દ્ર યાદવ, નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમ જ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.