અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના મહેસાણા જીલ્લાના હોદ્દેદારો રાજેન્દ્રસિંહ દરબાર, વાઘુભા જાડેજા, રણુભા ઝાલા વગેરે પોતાના 150 સમર્થકો સાથે (Rajendrasinh Darbar joined the BJP) જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે, આ તો ટ્રેલર છે પિક્ચર બાકી છે. એટલે કે કોંગ્રેસ વધુ તૂટશે અને તેના વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે.
અચાનક મેન્ડેટ બદલાઈ જતા : વાઘુભા જાડેજા
ભાજપમાં જોડાયા બાદ તેમણે કોંગ્રેસ સમક્ષ આક્ષેપો (Attack on Rajendrasinh Darbar Congress) કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોંગ્રેસ અમારી સાથે અંતર રાખતી હતી. ભરતસિંહના આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવતી હતી. અમારી ઉપેક્ષા થતી અમે ભાજપમાં જોડાયા છીએ. તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ નક્કી કરાયેલા મેન્ડેડ અચાનક જ બદલાઈ જતા હતા.
હવે મહેસાણા જિલ્લાની બેઠકોની જવાબદારી અમારી
રાજેન્દ્રસિંહ દરબારે જણાવ્યું હતું કે, તેમના પિતા કોંગ્રેસમાં ધારાસભ્ય (Congress MLA joins BJP) રહ્યા હતા. છેલ્લા 30 વર્ષથી તેમનો પરિવાર રાજકારણ સાથે જોડાયેલો રહ્યો છે. પરંતુ કોંગ્રેસે તેમને મહત્વ આપ્યું નહીં અને પદ પરથી ઉતારી દીધા છે. કોંગ્રેસમાં કાર્યકરો કારીગરની (BJP in Mehsana District) જેમ કામ કરે છે. જ્યારે ભાજપમાં કાર્યકર જેમ જ કામ કરે છે. મહેસાણા જિલ્લામાં આવતી માંડલ, બહુચરાજી ચાણસ્મા અને દસાડા વિધાનસભા બેઠકો હવે ભાજપને જીતાડીને જ રહીશું.
આ પણ વાંચોઃ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાને સરકાર પૂરતી મદદ કરશે : પ્રદીપસિંહ વાઘેલા