અમદાવાદ: અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ચર્ચના પાદરી વિરુધ્ધ નોંધાયેલી પોક્સોની ફરિયાદ અંગે એક નવો વળાંક સામે આવ્યો છે. જેમાં ગુલાબચંદ પાસ્ટર નામના ખ્રિસ્તી પાદરીએ એક 16 વર્ષની સગીરાની છેડતી કરી હતી. એટલું જ નહીં, યુવતી સાથે અશ્લીલ અવસ્થામાં વીડિયો કોલ કરીને તેના ખરાબ ફોટો અને વીડિયો વાઇરલ કર્યા હતા. જોકે, આ પાદરી પર ધર્માંતરણના દબાવના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ, કરણી સેના, શિવસેના, હિન્દુ જાગૃતિ મંચ સહિતના આગેવાનોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે એકઠા થઈને DCP ઝોન 5 સામે ત્વરિત પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી.