અમદાવાદ: સાયબર ઠગાઈ કરતી નાઇઝીરિયન ગેંગ દ્વારા અમદાવાદ સહિત દેશભરની હજારો કંપનીઓની ઈમેઈલ આઈડી હેક કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદ સાબર ક્રાઈમમાં છેલ્લા છ વર્ષમાં મળેલી ફરિયાદોનો અભ્યાસ કરવામાં આવતા સાયબર ગઠિયાઓ છ સરકારી વિભાગ તેમજ સામાન્ય નાગરિકો અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીઓના આર્થિક વ્યવહારોની માહિતીઓ મેળવી ચૂક્યા હોય અને તે માહિતીનો દુરુપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વેપાર ધંધા સાથે સંકળાયેલા બેંક ખાતાઓની વિગતો અને ફિશિંગ ઈમેલ થકી મેળવીને કરોડો રૂપિયાના વ્યવહાર કરીને છેતરપિંડી આચરી રહ્યા હોય અને તે કંપનીના જ હેકિંગ કરેલા મેલથી ગ્રાહકોના ઇમેલમાં માલવેર સેન્ડ કરીને પણ છેતરપિંડી આચરતા આવવાનું સામે આવ્યું છે.
"આ હેકિંગ થી બચવા સમયાંતરે ઇમેઇલ આઇડી પાસવર્ડ બદલતા રહેવું જોઈએ, તેમજ કોઈ પણ અજાણી લિંક કે અજાણ્યા મેસેજ પર આવતી લિંક ન ખોલવી જોઈએ. એન્ટી વાયરસથી તમામ ફાઈલો સ્કેન કરવી જોઈએ"-- જે.એમ યાદવ, ACP, (સાયબર ક્રાઈમ, અમદાવાદ)
ઉકેલવા માટેની કામગીરી: અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે એક ખાસ ટેકનીકલ ટીમ દ્વારા આ પ્રકારના ગુનાઓની મોડસ ઓપરેન્ડી અને તેને ઉકેલવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે. તેવામાં સાયબર ઠગ દ્વારા 8 હજાર જેટલી અલગ અલગ ઇમેલ આઇડી ઉપર વોચ રાખીને તેમના ઈમેલ કોમ્પ્યુટર ઉપર માલવેર વાયરસ સેન્ડ કરવામાં આવ્યા આવવાની હકીકત સામે આવી છે. બેંક એકાઉન્ટની વિગતોમાં ચેડા કરીને પેમેન્ટ મેથડ બદલી અને સીમ સ્વેપિંગ જેવા ગુનાઓ આગામી દિવસોમાં બને તેવી શક્યતા સેવાઇ રહી છે.
ઇમેલ આઇડી અને પાસવર્ડ સિક્યોર: હાલમાં સાયબર ક્રાઇમ જે ઇમેલ આઇડી હેક થયો છે. તે તમામ આઈડીના ધારકો તેમજ કંપનીઓની માહિતી મેળવવાની કામગીરી હાથ ધરી છે અને તેઓને જાણ કરીને ઇ મેલ આઇડી અને પાસવર્ડ સિક્યોર કરવા માટેની તજવીજ શરૂ કરી છે. નાઈજીરીયન હેકર્સ દ્વારા અનેક મોટી કંપનીઓને પણ ટાર્ગેટ બનાવવામાં આવી હોય જોકે આ મામલે સાયબર ક્રાઇમ એ વધુ તપાસ હાથ ધરી છે.