ETV Bharat / state

મુનિશ્રી ભવ્ય કિર્તી સાગરજી મહારાજ સાહેબની 57 સિદ્ધિપ્રાપ્તિ - મુનિશ્રી ભવ્ય કિર્તી સાગરજી

અમદાવાદના આંગણે પધારેલ મુનિવર્ય શ્રી ભવ્ય કિર્તી સાગરજી મહારાજ સાહેબનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તારીખ 15મી માર્ચના રોજ અમદાવાદમાં યોજાનાર જૈન ડૉક્ટર સંમેલન તથા શતાવધાનની વિશેષ માહિતી અર્થે એક સંમેલન થવા જઈ રહ્યું છે.

maharaj
અમદાવાદ
author img

By

Published : Mar 5, 2020, 11:54 AM IST

Updated : Mar 5, 2020, 12:17 PM IST

અમદાવાદ: જ્યારે અમદાવાદમાં જૈન ડોક્ટર ફેડરેશન દ્વારા આ સાવધાન તેમજ જૈન ડોક્ટર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શતાવધાન કરતા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુરુમાતા શ્રીમદ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પરમ આચાર્ય ભગવંત શ્રી પ્રસન્ન કિર્તી સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન શતાવધાની મુનિશ્રી ભવ્ય કિર્તી સાગરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં આ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. જેમાં એક માણસના મગજમાં કેટલી સૂચનાઓ પોતાની અંદર સાચવી રાખવાની ક્ષમતા હોય છે. એક વખતમાં એક માણસ 100 સવાલને સાંભળીને તેને ફરી એ જ ક્રમમાં જવાબ આપી શકે. તેમજ શતાવધાની સંકલ્પના 100 વસ્તુઓ પર ધ્યાન દર્શાવે છે. શતાવધાનમાં સવાલને યાદ રાખીને એને તે જ ક્રમમાં કહી બતાવે છે. તેને શતાવધાની કહેવામાં આવે છે. જેને ધ્યાન અને યાદશક્તિનો અનોખો સંયોગ કહેવામાં આવે છે.

પૂજ્ય મુનિશ્રી ભવ્ય કિર્તી સાગરજી મહારાજ સાહેબની 57 સિદ્ધિપ્રાપ્તિ

મુનિશ્રી ભવ્ય કિર્તી સાગરજી મહારાજ સાહેબ કે, જેમણે મુંબઈમાં ઇંગ્લિશ મીડિયમમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો, ત્યારબાદ છેલ્લા 21 વર્ષથી જૈન ધર્મ સ્વીકારેલ છે. જૈનેતર પ્રજાપતિ કુળમાં જન્મ લીધો હોવા છતાં જૈન ધર્મના સિદ્ધાંતો પર વિશ્વાસ ધરાવે છે. તેઓ શ્રીમંત બુદ્ધિસાગર સુરિશ્વરજી સમુદાયમાં સૌપ્રથમ સાધુ છે કે, જે શતાવધાની થયેલ છે. એક હજારથી વધુ કલાકનો ત્રણ મહિનાની સાધના બાદ તેઓ આ સિદ્ધિને પ્રાપ્ત કરી શક્યા છે. ધ્યાન અને ગુરુદેવના આશીર્વાદ હોય તો જ આવી ધારણ બુદ્ધિ ખીલી શકે છે.

શતાવધાની પ્રયોગની રૂપરેખા એક સભામાં એકથી 100 વાક્યો કે શબ્દો અલગ-અલગ સજજનો દ્વારા બોલવામાં આવે છે. જેને મહરાજ સાહેબ કંઠસ્થ કરશે, ત્યારબાદ તેઓ ક્રમ અનુસાર એકથી 100 વાક્યો કે શબ્દને પુરા બોલી બતાવશે, ત્યારબાદ સભામાંથી કોઈપણ એક વાક્ય કે શબ્દનો રેન્ડમ નંબર બોલવામાં આવશે. જે વાક્ય તેઓ બોલી બતાવશે, ત્યારબાદ કોઈપણ વાત કે શબ્દોમાંથી બોલવામાં આવશે કે, તેનો ક્રમ પણ અચૂક રીતે તેઓ બતાવશે. મનુષ્ય મનની અપાર યાદશક્તિનો મેઘાવી પ્રદર્શન તેઓ કરશે.

સતાવધાન એટલે આત્માના સ્વભાવને અને આત્મજ્ઞાન ગુણની બહાર લાવવાનો પ્રયત્ન, જેમ મરચામાં તીખાશ, ગોળમાં ગળપણ એમ મૂળ સ્વભાવ રહેલ છે. તેમ આત્માનો મૂળ સ્વભાવ જ્ઞાન ગુણ છે. જેને પ્રગટ કરવા મનુષ્ય ઇન્દ્રિય વિજેતા થવું પડે. સાધુતા સ્વીકારી સંસારથી અલિપ્ત સ્વીકારવી પડે, અન્ન તેવો ઓડકાર તે ઉક્તિ પ્રમાણે સાત્વિક અન્ન લઈ આત્માની સમર્થતા બહાર લાવી શકાય. જેને સાધુ સતાધારની પ્રક્રિયા કરતાં કરતાં સહજ પ્રક્રિયા સુધી પહોંચી સરવરી બનવાની કોશિશ કરે છે.

આ સાવધાન પ્રયોગ દરેક હાજર બુદ્ધિશાળી સજ્જનો અને સન્નારીઓ માણસે અને જિનશાસનની ખૂબ ખૂબ અનુમોદના કરશે. પ્રયોગ પૂર્ણ થયા બાદ મહાજનો અને સજ્જનો મુનિશ્રી ભવ્ય કીર્તિ સાગરને શતાવધાની તરીકે જાહેર કરશે. જૈન સાધુને કોઈ ઇલ્કાબ કે ખિતાબની અપેક્ષા હોતી નથી. આ સાવધાન પ્રયોગથી બાળ લોકોમાં મનુષ્યના મનની અજાગૃત શક્તિઓને ઓળખવા અને તેને ઉપયોગમાં લાવવાનું એક પ્રયત્ન માત્ર છે.

Last Updated : Mar 5, 2020, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.