- માંડલમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
- કોરોનાની કાળમુખી ચેઇનને તોડવાનો પ્રયત્ન
- દૂધ, શાકભાજી, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ્સ માત્ર ખુલ્લી રહેશે
- માંડલ નગર સહિત તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ 5 દિવસ સ્વયંભૂ લોકડાઉન રહેશે
અમદાવાદઃ સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસે ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાની કાળમુખી ચેઇનને તોડવા માંડલ મામલતદાર કચેરી ગ્રાઉન્ડમાં માંડલ ગ્રામજનોની ઉપસ્થિતિમાં કોરોનાની સ્થિતિ સંદર્ભે મિટીંગ યોજાઇ હતી.
![અમદાવાદના માંડલ ગ્રામજનો દ્વારા 5 દિવસનું સ્વયંભૂ લોકડાઉન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-06-five-day-voluntary-lockdown-in-mandal-photo-story-gj10036_19042021164740_1904f_1618831060_543.jpg)
આ પણ વાંચોઃ પાટણ જિલ્લાના રાધનપુરમાં 60 કલાકનું સ્વૈચ્છિક લોકડાઉન
કોરોનાની સ્થિતિ સંદર્ભે મિટીંગ યોજાઇ
કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ કોરોનાની કાળમુખી ચેઇન તોડવા મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં માંડલ ગ્રામજનો , વેપારીઓ , સર્વ સમાજના આગેવાનોની કોરોનાની સ્થિતિ સંદર્ભે મિટીંગ યોજાઇ હતી.
મિટીંગમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
માંડલ મામલતદાર કચેરી ગ્રાઉન્ડમાં મામલતદાર જી.એસ.ગૌસ્વામી , PSI એસ.આઈ.પટેલ, સરપંચ કૌશિકભાઇ ઠાકોર, ભાજપ પ્રમુખ મહામંત્રી અને આગેવાનો માંડલના તમામ વિસ્તારના ધંધાર્થીઓ અને વેપારીઓ આ મિટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
![અમદાવાદના માંડલ ગ્રામજનો દ્વારા 5 દિવસનું સ્વયંભૂ લોકડાઉન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-06-five-day-voluntary-lockdown-in-mandal-photo-story-gj10036_19042021164740_1904f_1618831060_1075.jpg)
આ પણ વાંચોઃ બનાસકાંઠાના નેનાવામાં ગામના આગેવાનો અને સરપંચ દ્વારા સ્વયંભૂ લોકડાઉન
તંત્ર દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી
માંડલમાં પાંચ દિવસ માટે બંધ પાડવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. વેપારીઓ પોતાના ધંધા-રોજગાર પાંચ દિવસ સુધી બંધ રાખશે. આવશ્યક ચીજ-વસ્તુઓ જેવી કે દૂધ , શાકભાજી , મેડિકલ સ્ટોર , હોસ્પિટલ્સ જ માત્ર ખુલ્લી રહેશે. તમામ રોજગાર ધંધાઓને સ્વૈચ્છિક બંધ રાખવાનો વ્યાપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયને માંડલ ગ્રામજનો અને વેપારીઓએ સર્વાનુમતે આવકાર્યો હતો.