ETV Bharat / state

ધંધુકાના તગડી ગામે 45 વર્ષના પુરુષની હત્યા, પોલીસે હત્યારાઓને ઝડપી પાડયા

ધંધુકાના તગડી ગામે તારીખ 15-11-20ના રોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે મહિપતસિંહ નકુમ તેમજ દિલીપસિંહ નકુમ પરા વિસ્તારમાં રહેતા તેમના ફઈને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ આપવા ગયેલા હતા, મીઠાઈ આપ્યા બાદ ઘરમાં બેઠા હતા તેવા સમયે બહારના ભાગે ચોકમાં મોટી અવાજથી ગાળાગાળી કરતા લોકોને દિવાળી પર્વ નિમિત્તે ગાળાગાળી ન કરવા સમજાવવા ગયા હતા.

ધંધુકાના તગડી ગામે 45 વર્ષના પુરુષની હત્યા, ગણતરીના કલાકોમાં જ ધંધુકા પોલીસે હત્યારાઓને ઝડપી પાડયા

author img

By

Published : Nov 17, 2020, 10:51 PM IST

  • દિવાળી પર્વ નિમિત્તે મહિપતસિંહ નકુમ તથા દિલીપસિંહ નકુમ ફઈને મીઠાઈ આપવા પહોંચ્યા
  • ચોકમાં ગાળાગાળી ન કરવા સમજાવવાનો બંને દ્વારા પ્રયાસ કરાયો
  • ઉશ્કેરાયેલા એક આરોપીએ મહિપતસિંહ નકુમ પર છરી વડે કર્યો હુમલો કર્યો
    ધંધુકાના તગડી ગામે 45 વર્ષના પુરુષની હત્યા, ગણતરીના કલાકોમાં જ ધંધુકા પોલીસે હત્યારાઓને ઝડપી પાડયા
    ધંધુકાના તગડી ગામે 45 વર્ષના પુરુષની હત્યા

અમદાવાદઃ જિલ્લા ધંધુકા તાલુકાના તગડી ગામના પરા વિસ્તારમાં રહેતા તેમના ફઈને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ આપવા મહિપતસિંહ નકુમ તથા દિલીપસિંહ નકુમ બંને ગયા હતા, તે સમયે ચોકમાં મોટેથી ગાળાગાળી કરતા લોકોને સમજાવવા જતા આરોપીઓના જૂથે મહિપતસિંહ પર હુમલો કર્યો હતો અને બાદમાં અન્ય આરોપીએ મહિપતસિંહના બંને હાથ પકડી લીધા હતા. આરોપી પ્રકાશ ડણીયાએ પોતાની પાસે રહેલી છરી મહિપતસિંહને મારી હતી. જેથી તેઓ જમીન ઉપર પડયા હતા, જ્યારે આરોપીઓ દ્વારા દિલીપસિંહ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, આ ઘટના અંગે ધંધુકા પોલીસને જાણ કરાતા ધંધુકા પી.આઈ પોલીસ કાફલા સાથે તગડી મુકામે દોડી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધંધુકાના તગડી ગામે આધેડની હત્યા

મહિપતસિંહને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા

ગંભીર રીતે ઇજા પામેલ મહિપતસિંહ નકુમ તથા તેમુભાઈને ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખસેડયા હતા, પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત એવા મહિપતસિંહને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ધંધૂકા પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. તો વળી એસઓજીની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મર્ડર મિસ્ટ્રીના આરોપીઓને ઝડપી પાડવા ધંધૂકા પોલીસે બે અલગ-અલગ ટીમ બનાવી સખત કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ધંધુકા પોલીસે ગણતરીના કલાકોમાં છ આરોપીઓને દબોચી લીધા હતા.

ધંધૂકા પોલીસે પકડેલા છ આરોપીઓને

  1. પ્રકાશભાઈ જેરામભાઈ ડણીયા
  2. મહેશભાઈ જેરામભાઈ ડણીયા
  3. રાહુલભાઈ રમેશભાઈ ડણીયા
  4. વિજયભાઈ લાલજીભાઈ ડણીયા
  5. પ્રવીણભાઈ જેરામભાઈ ડણીયા
  6. જેરામભાઈ કાનજીભાઈ ડણીયા

આ ઘટના સંદર્ભે ધંધૂકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ipc કલમ 302,307, 143, 147, 148, 149, કલમો લગાવી વધુ તપાસ ધંધુકા પી.આઈ વાય બી ગોહિલ ચલાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.