અમદાવાદ : મેડિકલ સ્ટોર્સ ખોલવા માટે ફાર્મસીની ડિગ્રી જરૂરી છે. ત્યારે ઘરે બેઠા પૈસા આપીને ડિગ્રી મળે તે માટે અનેક લોકોએ રાજસ્થાન અને પંજાબની કોલેજમાં એડમિશન લીધું હતું. આ તમામ લોકોને ઘરે બેઠાં જ ડિગ્રી (Degree of Pharmacy Sitting at Home) આપવામાં આવી હતી. આ મુદ્દે ફાર્મસી કાઉન્સિલે તપાસ કરીને ફરિયાદ પણ કરી હતી. ત્યારે હવે ચાર વર્ષના વ્હાણા વાયા બાદ ફાર્મસી કાઉન્સિલે આવી ચાર કોલેજોને બ્લેક લિસ્ટ (Blacklisted Colleges) કરીને તેની માન્યતા રદ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ Licensing the Pharmacy Council: ફાર્મસી કાઉન્સિલના લાઈસન્સ માટેના નવા નિયમો, જાણો
ચારેય કોલેજ પૈસા લઈને ડિગ્રી આપતી હતી
મળતી માહિતી મુજબ ફાર્મસી કાઉન્સિલે રાજસ્થાનની 3 (Blacklisted College of Rajasthan) અને પંજાબની એક કોલેજને બ્લેક લિસ્ટ કરી છે. 2018માં વધુ ઉંમર વાળા લોકોએ ફાર્મસી ડિગ્રી મેળવી હોવાનું ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ધ્યાને આવ્યું હતું. ત્યાર બાદ આ મુદ્દે CID ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ચાર કોલેજમાંથી વધુ ઉંમરના લોકોને ઘરે બેઠા ડિગ્રી આપી હોવાનું સામે આવ્યું હતું. ચારેય કોલેજ પૈસા લઈને ડિગ્રી આપતી હતી.
આ પણ વાંચોઃ GSPCની વેબસાઈટ હેક કરી નકલી માર્કશીટ બનાવતા 4 આરોપીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ
પાસ થયેલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન નહીં થઈ શકે
રાજસ્થાનની પેસિફિક કોલેજ ફાર્મસી, પેસિફિક ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્મસી, સનરાઈઝ કોલેજ ઓફ ફાર્મસી અને પંજાબની માલવા કોલેજ ઓફ ફાર્મસીને બ્લેક લિસ્ટ (Punjab's Blacklisted College) કરવામાં આવી છે. તેમજ કોલેજની માન્યતા રદ કરવા માટે અરજી કરવામાં આવી છે. આ અંગે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના (Pharmacy Council of India) એક્ઝિક્યુટિવ મેમ્બર મોન્ટુ પટેલે જણાવ્યું હતું કે, ચારેય કોલેજને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. તેમાં ગુજરાતના પણ અનેક લોકો હતા. જેમને ડિગ્રી મેળવી છે. ચારેય કોલેજ પૈસા લઈને ડિગ્રી આપતી હતી. હવે આ કોલેજ નવા એડમિશન નહીં આપે શકે અને જે વિદ્યાર્થીઓ અહીંથી પાસ થયા છે, તેમનું રજિસ્ટ્રેશન પણ નહીં થઈ શકે, તે માટે પણ નોટિસ આપવામાં આવી છે.