- UKથી અમદાવાદ ફલાઇટ પહોંચી
- 271 પેસેન્જર સાથે પહોંચી ફલાઇટ
- 6 કલાક સુધી પ્રવાસીઓ અંદર જ રહેશે
અમદાવાદ: અમદાવાદ ઇન્ટનેશનલ એરપોર્ટ પર UKથી આવેલી ફલાઇટ પહોંચી હતી. આ ફ્લાઈટમાં 271 પેસેન્જર હતા. લંડનમાં કોરોના સ્ટ્રેઈન વધતા UKથી આવતા તમામય યાત્રીઓને અમદાવાદ એરપોર્ટ પર જ રાખવામાં આવ્યા છે અને તમામના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના રિપોર્ટ આવ્યા બાદ જ લોકોને બહાર જવા દેવામાં આવશે. આ તમામ પ્રવાસીઓમાંથી 5 પ્રવાસીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે અન્ય પ્રવાસીઓને હોમ ક્વોરેન્ટાઇન થવાની સૂચના આપવામાં આવી છે.
લંડનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ
લંડનમાં કોરોના કોરોના સ્ટ્રેઈનના કારણે સ્થિતિ ખરાબ થઈ છે અને કેસમાં ઉછાળો થયો છે જેથી લોકડાઉન કરવામાં આવ્યું છે જેના કારણે અનેક લોકો ભારત પરત ફર્યા છે, પરંતુ ભારતમાં તે સ્થિતિ ઉભી ના થાય તે માટે 31 ડિસેમ્બર સુધી UK ની ફલાઇટ બંધ કરવામાં આવી છે.