ETV Bharat / state

વિદેશ જવાનો ક્રેઝ પડ્યો ભારે, પરિવારે ગુમાવ્યા 23 લાખ રૂપિયા - વિદેશ જવાનો ક્રેઝ પડ્યો ભારે

વિદેશમાં જવાની ઘેલછા જગ જાણીતી છે. જેનો ઉપયોગ અને (23 lakhs was looted from the customer)દુરુપયોગ કરીને સંખ્યાબંધને લેભાગુ એજન્ટો અને વિઝા કન્સલ્ટન્ટ આવા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે.

વિદેશ જવાવિદેશ જવાનો ક્રેઝ પડ્યો ભારે, પરિવારે ગુમાવ્યા 23 લાખ રૂપિયાનો ક્રેઝ પડ્યો ભારે, પરિવારે ગુમાવ્યા 23 લાખ રૂપિયા
વિદેશ જવાનો ક્રેઝ પડ્યો ભારે, પરિવારે ગુમાવ્યા 23 લાખ રૂપિયા
author img

By

Published : Nov 6, 2022, 11:53 AM IST

અમદાવાદ: વિદેશમાં જવાની ઘેલછા જગ જાણીતી છે. જેનો લાભ ઉઠાવીને અનેક વિઝા કન્સલ્ટન્ટ અને લેભાગુ એજન્ટો લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. (23 lakhs was looted from the customer)આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. આ પરિવાર સોશિયલ મીડિયાની જાહેરાતને આધારે એક એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. એજેન્ટે વિવિધ લોભામણી લાલચો આપીને ગ્રાહક પાસેથી 23 લાખ લુટ્યા હતા.

વિદેશ જવાનો ક્રેઝ પડ્યો ભારે, પરિવારે ગુમાવ્યા 23 લાખ રૂપિયા

વિદેશ જવાની વધતી ઘેલજા: ગુજરાતીઓમાં આજકાલ વિદેશ જવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુવાનો અભ્યાસ અને નોકરી અર્થે વિદેશમાં જતા હોય છે. ક્યારેક વિદેશ જવાની ધુન મગજ પર એ હદે સવાર થઈ જાય છે કે એ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. સોશિયલ મીડિયા પર વિઝા કન્સલ્ટન્ટ અને એજન્ટોની ઢગલાબંઘ જાહેરાતો જોવા મળતી હોય છે. જેમાં અનેક લોભામણી લાલચો આપવામાં આવતી હોય છે. નોકરી મેળવવાની લાલચમાં અનેક પરિવારો ખોટા એજન્ટોના સંકજામાં આવી જતાં હોય છે. પરિણામે અનેક પરિવારોને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવે છે.

છેતરામણી લાલચો: આવી જ વધુ એક છેતરામણીનો કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. અમદાવાદના એક પરિવારે સોશિયલ મીડિયાની એક જાહેરાતને આધારે એજન્ટ સુનિલકુમારનો સંપર્ક કર્યો હતો. એજન્ટે પોતે કેનેડા ઈમિગ્રેશન લોયર હોવાનું જણાવ્યું હતું. પરિવારની વિદેશ જવાની ઘેલછાને પારખીને એજન્ટ સુનિલે પરિવારને વિવિધ છેતરામણી લાલચો આપી હતી. એજન્ટે કેનેડાની વર્ક પરમિટ અને વિઝા આપવાનું કહ્યું હતું. સાથે ત્યાં શિકાગો ઇન્ટરનેશનલ કન્સ્ટ્રક્શન નામની કંપનીમાં સારા પગારે નોકરી અપાવવાની લાલચ આપી હતી. પરિવારે એજન્ટની લોભાણી વાતમાં આવી જઈને કેનેડા જવાની આગળની પ્રક્રિયા શરૂ કરી હતી. જે માટે એજન્ટે ટુકડે ટુકડે કરીને પરિવાર પાસે 23 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

એજન્ટ દિપકની ધરપકડ: એજન્ટે ત્યારબાદ પરિવારને કતાર એરવેઝની કેનેડાની ટિકિટો મોકલી આપી હતી. પરંતુ વર્ક પરમિટ કે વિઝાની સ્પષ્ટતા નહીં થતા પરિવારને એજન્ટ પર શંકા ગઈ હતી. તેમણે આ બાબતે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે એજન્ટને શોધવા તજવીજ ધરી હતી. તપાસમાં એવી વિગતો પણ સામે આવી રહી છે કે આ લેભાગુ એજન્ટોએ સંખ્યાબંધ લોકો પાસેથી બીજાના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા. SP જીતુ યાદવ તથા PI એ વાય પટેલની ટીમે એજન્ટના મળતીયા દિપક પુરોહિતની વડોદરાથી ધરપકડ કરી હતી. જેની પુછપરછના આધારે પોલીસે કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુનિલ કુમારને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.