અમદાવાદ: અમદાવાદ નગરી હવે ક્રાઈમ નગરી બનતી જઈ રહી છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે તારીખ 26 ઓગસ્ટ 2023 ના રોજ પીપળજ પીરાણા રોડ ઉપર ગણેશ નગર સામેથી ડાયાલાલ દેવાંગ પટેલ નામના શખ્સની ધરપકડ કરી હતી. તેની પાસેથી 20,36,000 ની કિંમતનો 203.61 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં ડ્રગ્સનો જથ્થો મંગાવનાર અન્ય બે આરોપીઓ મારૂફહુસેન ઉર્ફે લલ્લો ફકીર તેમજ ઇમરાન ખાન પઠાણની ધરપકડ કરી છે.
-
( અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ )
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
203.61 ગ્રામ કિ.રૂ. 20,36,100/- ના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાના કેસમાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @InfoGujarat @dgpgujarat #AhmedabadPolice pic.twitter.com/iCE5KgvGfw
">( અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ )
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 26, 2023
203.61 ગ્રામ કિ.રૂ. 20,36,100/- ના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાના કેસમાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @InfoGujarat @dgpgujarat #AhmedabadPolice pic.twitter.com/iCE5KgvGfw( અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ )
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 26, 2023
203.61 ગ્રામ કિ.રૂ. 20,36,100/- ના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાના કેસમાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @InfoGujarat @dgpgujarat #AhmedabadPolice pic.twitter.com/iCE5KgvGfw
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અપાયેલી પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર: પકડાયેલા આરોપીઓ પૈકી મારૂફ હુસેન ફકીર અગાઉ 2022માં ડાયાલાલ પટેલ સાથે NDPS ના કેસમાં પકડાયો હતો તેમજ ઇમરાનખાન ઉર્ફે ઠાઠડી પઠાણ તે સમયે સાબરમતી જેલમાં ગુજસીટોકના ગુનામાં હોય જેથી ત્રણેય આરોપીઓને એકબીજા સાથે મુલાકાત થઈ હતી. જેલમાંથી છૂટ્યા બાદ આરોપી ડાયાલાલ પટેલ સાથે મારૂફ હુસેન ઉર્ફે લલ્લુ ફરીથી ડ્રેસનો જથ્થો મંગાવવાનું શરૂ કર્યું હતું.
ભેગા મળીને મંગાવ્યો: જેમાં અગાઉ એક વાર ડ્રગ્સનો જથ્થો આરોપીઓએ ભેગા મળીને મંગાવ્યો હતો. ત્યારબાદ ફરીથી ડ્રગ્સનો જથ્થો મંગાવવા ઇમરાનખાન ઉર્ફે ઠાઠડીએ મારૂફહુસેન ઉર્ફે લલ્લુને 30,000 આપ્યા હતા અને ડાયાલાલ પાસેથી માલ મંગાવ્યો હતો. તે સમયે જ ડાયાલાલ ઝડપાઈ ગયો હતો. આ મામલે ઝડપાયેલો મારૂફ હુસેન ફકીર અગાઉ ડ્રગ્સના કેસમાં તેમજ ઇમરાન ખાન પઠાણ અગાઉ મારામારી અને ગુજસીટોકના ગુનામાં ઝડપાયો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે.
- Surat Drugs Crime : સુરતના સુવાલી બીચ પર ત્રીજીવાર પકડાયું કરોડોની કિમતનું અફઘાની ચરસ, માછીમાર વેચવા જતાં પકડાયો
- Ahmedabad Crime : જીપીસીબી અધિકારી બની તોડ કરતાં યુવકના ઢોર માર બાદ મોત મામલે 3 આરોપી ઝડપાયા, 2 વોન્ટેડ
- Banaskantha News: નર્મદાની મુખ્ય કેનાલ બની મોતની કેનાલ, 3 લોકોએ કરી એક જ દિવસમાં આત્મહત્યા