અમદાવાદઃ રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળતા અમદાવાદનું તંત્ર સજાગ થયું છે. એક બાજુ સુરતમાં કેસો વધી રહ્યાં છે અને અમદાવાદમાં ઓછા થઈ રહ્યાં છે, ત્યારે તંત્ર ફરીથી અગાઉની જેમ ઢીલાશ વર્તીને કોઈ જોખમ લેવા માંગતી નથી. પરિણામે માસ્ક ન પહેરવા માટે દંડ વધારવામાં આવ્યો છે.
હવે અમદાવાદમાં માસ્ક ન પહેરનાર પાસેથી 200 રૂપિયાને બદલે 500 રૂપિયાનો દંડ લેવામાં આવશે. જ્યારે બીજી બાજુ જાહેરમાં થૂંકનાર પાસેથી પણ મોટો દંડ વસૂલવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પાનના ગલ્લા પાસે ગ્રાહકો થૂંકતા જોવા મળશે તો કોર્પોરેશન પાનના ગલ્લાના માલિક પાસેથી રૂ.10,000નો દંડ વસુલ કરશે.