ETV Bharat / state

કોરોનાઃ અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં 1.15 લાખ લોકોનો સર્વે કરાયો - અમદાવાદ ન્યૂઝ

કોવિડ-૧૯ વાઇરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “કોરોના યોધ્ધા બનો-ઘરે રહો, સુરક્ષિત રહો” ના ધ્યેયમંત્રના પ્રચાર સાથે સમગ્ર જિલ્લામાં ડોર ટુ ડોર સર્વેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૨૪ જેટલી ટીમો બનાવી 29615 ઘરોના 115423 લોકોનો સર્વે હાથ ધરાયો છે.

Etv Bharat, Gujarati News, Covid 19, Ahmedabad News
Ahmedabad News
author img

By

Published : May 5, 2020, 8:46 AM IST

અમદાવાદઃ છેલ્લા ૨૪ કલાકમાં ૬૨૪ જેટલી ટીમો બનાવી 29615 ઘરોના 115423 લોકોનો સર્વે હાથ ધરાયો છે. અમદાવાદ જિલ્લામાં પ્રવેશતા વિવિધ માર્ગો પર રીંગ રોડ ઉપર 08 ચેકપોસ્ટ બનાવેલી છે. જેમાં અમદાવાદમાંથી ગ્રામ્યકક્ષાએ જતા તમામ નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. થર્મલ ગનથી ટેમ્પરેચરની ચકાસણી કરી પછી જવા દેવામાં આવે છે. જો ટેમ્પરેચર માલુમ પડે તો તે લોકોને સીધા સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.

આ તમામ ચેકપોસ્ટ સેનિટાઇઝ કરવામાં આવી છે. અત્યાર સુધી 08 ચેક પોસ્ટ પર 117398 લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે અને સામાન્ય તાવ-શરદી જેવા લક્ષણો ધરાવતા કે શંકાસ્પદ જણાતા 27 જેટલા લોકોને નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. જો કે છેલ્લા ૨૪ કલાકમાં સ્ક્રીનીંગ કરાયેલી 2900 પૈકી એક પણ વ્યક્તિમાં આવા કોઈ પણ સામાન્ય તાવ-શરદીના લક્ષણ જણાયા નથી. ગામડાઓમાં “ગ્રામ યોધ્ધા કમિટી“ બનાવાઈ છે, આ કમિટી ગામમા અવર-જવર કરતા લોકોનું રજીસ્ટર નિભાવે છે. 460 ગામમાં 49737 લોકોની અવરજવર અંગે નોંધણી કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લામાં અસરગ્રસ્ત દેશોમાંથી આવેલા તથા અન્ય પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 1677 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયા હતા. તે પૈકી 1300 વ્યક્તિઓએ ૧૪ દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પુર્ણ કરતા આરોગ્ય સહિત સમગ્ર જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ 377 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે.

અમદાવાદ શહેરમાં નોવલ કોરોના વાઇરસના પોઝિટિવ કેસ જોવા મળતા સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં કોરોના રોગનું સંક્રમણ વધે નહી તે માટે અમદાવાદ જિલામાં સેનિટાઈઝની વિસ્તૃત કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સંખ્યાબંધ ઘરોને સેનિટાઈઝ કરાયા છે. જિલ્લામાં 47.52 લાખથી વધુ લોકોને રોગ પ્રતિકાર શક્તિ વધારતા ઉકાળા હોમીયોપેથિક દવાઓ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.