નવી દિલ્હીઃ ભારતીય મુક્કાબાજી મહાસંઘ (BFI) દ્વારા પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે અમિત પંઘલ અને વિકાસ કૃષ્ણ નામની ભલામણ કરવામાં આવી છે.
મહાસંઘ દ્વારા અર્જુન એવોર્ડ માટે મહિલા મુક્કાબાજ સિમરનજિત કૌર, લવલીના બોર્ગોહેન અને મનીષ કૌશિકના નામની ભલામણ કરી છે. જ્યારે દ્રોણાચાર્ય એવોર્ડ માટે એન. ઉષા, છોટાલાલ યાદવ અને મોહમ્મદ અલી કમરના નામ મોકલાયા છે.
28 વર્ષીય વિકાસે 2018ની જાકાર્તા એશિયાઇ રમતોમાં કાસ્ય ચંદ્રકના રૂપમાં ત્રીજો એશિયાઇ રમતોનો ચંદ્રક જીત્યો હતો. તે જ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેણે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.