ETV Bharat / sports

મહામારી વચ્ચે ટોક્યો ઓલમ્પિક 2020ની રંગારંગ શરૂઆત

છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી દુનિયાને પોતાના કબ્જામાં લેનારી કોવિડ-19 મહામારીના ભય વચ્ચે 32મી ઓલમ્પિક (Olympic)રમતની એક વર્ષની લાંબી પ્રતિક્ષા પછી શુક્રવારે ઉદઘાટન સમારોહ બાદ શરૂ થઇ છે. આ સાથે જ એ તમામ આશંકાઓ પર પણ વિરામ મૂકાઇ ગયો જે આ ખેલ મહાકુંભને લઇને કરવામાં આવી રહી હતી.

મહામારી વચ્ચે ટોક્યો ઓલમ્પિક 2020ની રંગારંગ શરૂઆત
મહામારી વચ્ચે ટોક્યો ઓલમ્પિક 2020ની રંગારંગ શરૂઆત
author img

By

Published : Jul 23, 2021, 7:24 PM IST

  • શુક્રવારે ઉદઘાટન બાદ રંગેચંગે શરૂ કરવામાં આવી છે ઓલમ્પિકની રમત
  • 32મી ઓલમ્પિક રમતની એક વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ યોજાઇ રહી છે
  • ટોક્યોએ 1964માં સફળતાપૂર્વક ઓલિમ્પિક્સનું આયોજન કર્યું હતું

ટોક્યો: છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે આ કોરોના મહામારીના ભય વચ્ચે 32મી ઓલમ્પિક(Olympic) રમતની એક વર્ષની લાંબી પ્રતિક્ષા પછી શુક્રવારે ઉદઘાટન બાદ રંગેચંગે શરૂ કરવામાં આવી છે. આ સાથે જ એ તમામ આશંકાઓ પર પણ વિરામ મૂકાઇ ગયો છે જે આ ખેલ મહાકુંભના આયોજનને લઇને કરવામાં આવી હતી.

આ પણ વાંચો- મેરીકોમ અને અમિત પંઘલે ટોક્યો ઓલમ્પિક માટે ક્વોલિફાય કર્યું

ટોક્યો બીજી વખત ઓલિમ્પિકનું આયોજન કરી રહ્યું છે

ટોક્યો (tokyo)બીજી વખત ઓલિમ્પિક(Olympic)નું આયોજન કરી રહ્યું છે. આ પહેલા, તેણે 1964 માં સફળતાપૂર્વક ઓલિમ્પિક્સ(Olympic)નું આયોજન કર્યું હતું, પરંતુ ઉદઘાટન સમારોહમાં શરૂઆતમાં તે દિવસ યાદ આવ્યો, જ્યારે તે 2013માં યોજાયો હતો.

ટોક્યો 2020ના પ્રતીકને પ્રદર્શિત કરવા 20 સેકન્ડ સુધી ફટાકડા ફોડાયા

આ બાદ ટોક્યો 2020ના પ્રતીકને પ્રદર્શિત કરવા માટે 20 સેકન્ડ સુધી વાદળી અને સફેદ રંગના ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેને જાપાની સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે. જાપાનના સમ્રાટ નારૂહિતો આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ(આઇઓસી)ના પ્રમુખ થામસ બાકની સાથે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો- કોવિડ-19: ભારતીય ઓલમ્પિક સંઘે PM રાહત ફંડમાં 71 લાખનું યોગદાન આપ્યું

સ્ટેડિયમમાં 1000 હસ્તિઓ જ ઉપસ્થિત હતી

ઉદઘાટન સમારોહમાં દર્શકોને આવવા ન દેવાનો નિર્ણય કેટલાય અઠવાડિયા પહેલા કરવામાં આવ્યો હતો. તેને જોવા માટે સ્ટેડિયમમાં 1000 હસ્તિઓ જ ઉપસ્થિતિ હતી જેમાં અમેરિકાની પ્રથમ મહિલા જિલ બાઇડેન પણ શામેલ છે. સમારોહનું આકર્ષણ એ ખેલાડી હતા જે છેલ્લા એક વર્ષથી મહામારી અને આશંકાઓ વચ્ચે પોતાની તૈયારી કરી રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.