- મીરાબાઇ ચાનૂ ટોક્યો ઓલમ્પિકમાં રજત ચંદ્રક જીતીને સોમવારે પાછી આવી છે
- દિલ્હી પહોંચ્યા પછી એરપોર્ટ પર તેમનો RTPCR ટેસ્ટ થયો હતો
- મારીબાઇ ચાનૂએ ટોક્યો ઓલમ્પિકમાં વુમન 49 કિગ્રા વર્ગમાં રજત ચંદ્રક જીત્યો
ટોક્યો- મીરાબાઇ ચાનૂ ટોક્યો ઓલમ્પિક(Tokyo Olympics)માં રજત ચંદ્રક જીતીને સોમવારે પાછી આવી છે. દિલ્હી પહોંચ્યા પછી એરપોર્ટ પર તેમનો RTPCR ટેસ્ટ થયો હતો. મારીબાઇ ચાનૂ( Mirabai Chanu)એ શનિવારે ટોક્યો ઓલમ્પિકમાં વુમન 49 કિગ્રા વર્ગમાં રજત ચંદ્રક જીતીને ભારતને પ્રથમ પદક અપાવ્યો છે. ભારત પાછા આવતા પહેલા તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ઘરે જવા રવાના, ટોક્યો 2020ને મારા જીવનની યાદગાર પળ બનાવવા આભાર.
-
Happy to be back here in amidst so much love and support. Thank You so much 🇮🇳 pic.twitter.com/ttjGkkxlDu
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy to be back here in amidst so much love and support. Thank You so much 🇮🇳 pic.twitter.com/ttjGkkxlDu
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 26, 2021Happy to be back here in amidst so much love and support. Thank You so much 🇮🇳 pic.twitter.com/ttjGkkxlDu
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 26, 2021
આ પણ વાંચો- Tokyo olympics 2020, Day 4: ભારતીય તીરંદાજી ટીમ અપડેટ
ચાનૂએ કુલ 202 કિગ્રાનું વજન ઉઠાવ્યું હતું
સ્પર્ધામાં પોતાના 4 સફળ પ્રયાસ દરમિયાન ચાનૂએ કુલ 202 કિગ્રાનું વજન ઉઠાવ્યું હતું. ચીનની ઝીહુઇ હોઉએ કુલ 210 કિગ્રા વજન ઉઠાવીને સ્વર્ણ ચંદ્રક હાંસલ કર્યો અને એક નવો ઓલમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે ઇન્ડોનેશિયાની વિંડી કેંટિકા આઇસાએ કુલ 194 કિગ્રા ઉઠાવીને કાંસ્ય ચંદ્રક પોતાના નામે કર્યો હતો.
આ પણ વાંચો- Tokyo Olympics 2020: ફેન્સર ભવાનીએ પ્રથમ મેચમાં જીત મેળવી
બોક્સર મેરી કોમે ચાનૂને ટોક્યો ઓલમ્પિકમાં રજત પદક મેળવવા પર અભિનંદન પાઠવ્યા
આ ઐતિહાસિક રજત ચંદ્રક સાથે ચાનૂ ઓલમ્પિક પદક જીતનારી બીજી ભારતીય વેઇટ લિફ્ટર બની ગઇ છે. આ પહેલા કર્ણમ મલ્લેશ્વરીએ 2000 સિડની રમતોમા 69 કિગ્રા વર્ગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. બોક્સર મેરી કોમે ટ્વીટ કરતા રવિવારે ચાનૂને ટોક્યો ઓલમ્પિકમાં રજત ચંદ્રક મેળવવા પર અભિનંદન પાઠવ્યા હતા.
દિગ્ગજ શૂટર અભિનવ બિંદ્રાએ ભારતને પ્રથમ સ્વર્ણ પદક 2008માં અપાવ્યો હતો
જો ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા વેઈટ લિફ્ટિંગ (49 કિગ્રા) માં મીરાબાઈનો મેડલ ગોલ્ડમાં ફેરવાય છે, તો ઓલિમ્પિક ઇતિહાસમાં ભારતના નામે વ્યક્તિગત સ્પર્ધામાં આ બીજો ગોલ્ડ મેડલ હશે. દિગ્ગજ શૂટર અભિનવ બિંદ્રાએ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ 2008માં અપાવ્યો હતો.