- અદિતિનો કુલ સ્કોર 15 અંડર 269 હતો અને તે બે સ્ટ્રોકથી ચૂકી ગઈ
- ભારતીય ગોલ્ફર અદિતિ અશોક ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવામાં ચૂકી ગઈ
- અમેરિકાની નેલી કોરડા(Nelly Korda)એ ગોલ્ડ મેડલ જીત્યો
ટોક્યો: ભારતીય ગોલ્ફર અદિતિ અશોક ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ગોલ્ફ સ્પર્ધામાં 1 સ્ટ્રોકથી મેડલ ગુમાવ્યો અને ખરાબ વાતાવરણથી પ્રભાવિત ચોથા રાઉન્ડમાં ત્રણ અંડર 68 સાથે ચોથા સ્થાને રહી. અદિતિનો કુલ સ્કોર 15 અંડર 269 હતો અને તે બે સ્ટ્રોકથી ચૂકી ગઈ હતી.
આ પણ વાંચો- Tokyo Olympics 2020: 16માં દિવસે જોવા મળશે ભારત vs પાકિસ્તાન... અને જો એમ થયું તો 'ગોલ્ડ' પાક્કો
રિયો ઓલિમ્પિકમાં 41માં ક્રમે રહેલી અદિતિએ જો કે પ્રશંસનીય પ્રદર્શન કર્યું
ઓલિમ્પિકમાં ઐતિહાસિક મેડલની નજીક આવેલી અદિતિએ સવારની શરૂઆત બીજા નંબરથી કરી હતી, પરંતુ તે પાછળ પડી ગઈ હતી. રિયો ઓલિમ્પિકમાં 41માં ક્રમે રહેલી અદિતિએ જો કે પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. અંતિમ રાઉન્ડમાં, તે પાંચમા, છઠ્ઠા, આઠમા, 13મા અને 14મા હોલ પર બર્ડી લગાવ્યો અને નવમા અને 11માં હોલ પર બોગી કરી હતી.
વિશ્વની નંબર વન અમેરિકન ગોલ્ફર નેલી કોરડાએ ગોલ્ડ મેડલ જીત્યો
વિશ્વની નંબર વન અમેરિકન ગોલ્ફર નેલી કોરડા(Nelly Korda)એ બે અન્ડર 69 સાથે 17 અંડર કુલ સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જાપાનની મોને ઇનામી (Mone Inami) અને ન્યૂઝીલેન્ડની લિડિયા કો(Lydia Ko) વચ્ચે રજત પદક માટે પ્લેઓફ રમાઇ હતી, જેમાં ઇનામીએ બાજી મારી હતી.
વાવાઝોડાને કારણે કેટલાક સમય માટે રમતમાં વિક્ષેપ પડ્યો
વાવાઝોડાને કારણે કેટલાક સમય માટે રમતમાં વિક્ષેપ પડ્યો હતો, જ્યારે 16 હોલ પૂર્ણ થઇ ચૂક્યા હતા. અદિતિ આખો સમય મેડલની રેસમાં હતી, પરંતુ બે બોગી સાથે તે કોરડાની પાછળ પડી ગઈ, જેણે છેલ્લા રાઉન્ડમાં નવ બર્ડી બનાવ્યા.
રાષ્ટ્રપતિ કોવિંદે આપ્યા અભિનંદન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અદિતિને ઓલિમ્પિકમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતુ કે, આજના ઐતિહાસિક પ્રદર્શન સાથે, તમે (અદિતિ અશોક) ભારતીય ગોલ્ફને નવી ઉંચાઈઓ પર લઈ ગયા છો. તમે ખૂબ શાંતિથી અને સુંદર રીતે રમ્યા છો. ધીરજ અને કુશળતાના પ્રભાવશાળી પ્રદર્શન માટે અભિનંદન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અદિતિને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વિટ કર્યું, 'અદિતિ અશોક તમે સારું રમ્યા. તમે ટોક્યો ઓલિમ્પિક્સમાં જબરદસ્ત કૌશલ્ય અને સંકલ્પ દર્શાવ્યો હતો. તમારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
આ પણ વાંચો- Tokyo Olympics 2020: કંઈક આવો હશે 7 ઓગસ્ટનો શેડ્યૂલ, શાનદાર અંતની આહ્લાદક તક
ખેલપ્રધાન અનુરાગ ઠાકુરે પણ કર્યું ટ્વીટ
ખેલપ્રધાન અનુરાગ ઠાકુરે પણ ઓલિમ્પિકમાં ગોલ્ફર અદિતિ અશોકના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેણે ટ્વિટ કરીને કહ્યું કે,ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેનારી ભારતની પ્રથમ મહિલા ગોલ્ફર ! અદિતિ અશોક તેના પ્રદર્શન માટે સ્ટેન્ડિંગ ઓવેશનની હકદાર છે. તમે સતત સારું રમ્યા, શું અમે અંત સુધી અમારા શ્વાસ રોકી રાખ્યા! તમે ઇતિહાસ રચ્યો છે.