- અમેરિકી ટેનિસ ખેલાડી સમીર બેનર્જી (Samir Banerjee)
- વિમ્બલ્ડનમાં જુનિયર બોયઝ સિંગલ્સનું ટાઇટલ જીત્યું
- જુનિયર ફ્રેન્ચ ઓપનમાં બેનર્જી પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગયો હતો
લંડન : ભારતીય મૂળના અમેરિકી ટેનિસ ખેલાડી સમીર બેનર્જી (Samir Banerjee)એ રવિવારે અહીં પોતાના દેશના વિક્ટર લિવોલને સીધા સેટોમાં હરાવી વિમ્બલ્ડનમાં જુનિયર બોયઝ સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યુ છે. પોતાનું બીજુ જુનિયર ગ્રાન્ડ સ્લેમ રમી રહેલા 17 વર્ષના આ ખેલાડીએ એક કલાક 22 મિનિટ સુધી ચાલેલી ફાઇનલમાં 7-5, 6-3થી જીત હાસિલ કરી છે. બેનર્જીના માતા-પિતા 1980ના દાયકામાં અમેરિકામાં વસી ગયા હતા. જુનિયર ફ્રેન્ચ ઓપનમાં બેનર્જી પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગયો હતો.
બેનર્જી જુનિયર ફ્રેન્ચ ઓપનમાં પહેલા રાઉન્ડમાં આઉટ થયો હતો
યુકી ભાંબરી જુનિયર સિંગલ્સનો ખિતાબ જીતનાર છેલ્લો ભારતીય હતો. તેણે 2009 માં ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું હતું. સુમિત નાગલે વિયેતનામના લી હોંઆંગ સાથે 2015 માં વિમ્બલ્ડન બોયઝ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો.
આ પણ વાંચો : VIDEO: જૂઓ, આ કેચના કારણે ક્રિકેટપ્રેમીઓ બની રહ્યા છે હરલીનના ફેન...
રમેશ કૃષ્ણને 1970 જુનિયર વિમ્બલ્ડન અને જુનિયર ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યુ
સુમિત નાગલે 2015માં વિયતનામના લી હોઆંગની સાથે વિમ્બલ્ડન ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. રામનાથન કૃષ્ણન 1954માં જુનિયર વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ જુનિયર ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ ભારતીય હતા. તેમના પુત્ર રમેશ કૃષ્ણને 1970 જુનિયર વિમ્બલ્ડન અને જુનિયર ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યુ હતું. લિએન્ડર પેસે 1990માં જુનિયર વિમ્બલ્ડન અને જુનિયર યૂએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. પેસ જુનિયર ઓસ્ટ્રેલિયન ઓપનમાં રનર્સઅપ રહ્યો હતો.
આ પણ વાંચો : Sri Lanka vs India Series : શિડ્યૂલ જાહેર, જાણો ક્યારથી શરૂ થશે મેચ