ETV Bharat / sports

વેસ્ટઇન્ડીઝ અને બાંગ્લાદેશ વચ્ચે આજે ખરાખરીનો જંગ: સેમિફાઈનલ્સમાં પહોંચવા બન્નેને જીત જરૂરી

સતત બે પરાજયથી ત્રસ્ત ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ (WI vs Ban) T20 વર્લ્ડ કપ (T 20 world cup 2021)ની સુપર-12 ગ્રુપ વન મેચમાં શુક્રવારે એકબીજાનો સામનો કરશે. આવી સ્થિતિમાં આ મેચ તેમના માટે કરો કે મરોની પરિસ્થિતિમાં હશે. કારણ કે આમાં હારનાર ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશા લગભગ પુરી થઇ જશે.

વેસ્ટઇન્ડીઝ અને બાંગ્લાદેશ વચ્ચે આજે ખરાખરીનો જંગ: કરો કે મરોની પરિસ્થિતિમાં

author img

By

Published : Oct 29, 2021, 10:22 AM IST

  • વેસ્ટઇન્ડીઝ અને બાંગ્લાદેશ વચ્ચે આજે ખરાખરીનો જંગ
  • હારનાર ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશા લગભગ પુરી
  • વેસ્ટ ઈન્ડિઝે પોતાની બેટિંગની નબળાઈઓને દૂર કરવાની જરૂર
  • બાંગ્લાદેશમાં આત્મવિશ્વાસનો અભાવ

શારજાહઃ વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ (WI vs Ban) T20 વર્લ્ડ કપ (T 20 world cup 2021)ની સુપર-12 ગ્રુપ વન મેચમાં શુક્રવારે એકબીજાનો સામનો કરશે. વેસ્ટ ઈન્ડિઝને ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બાંગ્લાદેશને ઈંગ્લેન્ડ અને શ્રીલંકાએ હરાવ્યું હતું. આવી સ્થિતિમાં આ બન્ને ટીમોએ હવે સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે જીતની જરૂર છે.

વેસ્ટ ઈન્ડિઝે પોતાની બેટિંગની નબળાઈઓને દૂર કરવાની જરૂર

ઈંગ્લેન્ડ સામે તેની ટીમ માત્ર 55 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે પોતાની બેટિંગની નબળાઈઓને દૂર કરવાની જરૂર છે. તેના તમામ બેટ્સમેનોએ પોતાની વિકેટ ઈનામમાં આપી હતી. ધીમી પીચ પર બે-બે રન ચોરવાને બદલે તેણે મોટા શોટ રમવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

આ પણ વાંચો: T20 World Cup: ભારતીય ટીમે ન્યૂઝિલેન્ડ સામેની મેચ માટે શરૂ કરી તૈયારી, પ્રેક્ટિસમાં જોવા મળ્યો હાર્દિક

વેસ્ટ ઈન્ડિઝે 11મી અને 20મી ઓવર વચ્ચે 64 રનમાં આઠ વિકેટ ગુમાવી

આ પછી બે વખતના ચેમ્પિયનએ બીજી મેચમાં પોતાનું વલણ બદલ્યું અને લેન્ડલ સિમોન્સને ઇનિંગ્સ સાચવવાનું કામ સોંપ્યું, પરંતુ આ ઓપનરે ખૂબ જ ધીમી રમત રમી અને તેણે 35 બોલમાં માત્ર 16 રન બનાવ્યા જેનાથી ટીમ પર દબાણ વધી ગયું. જેના કારણે એવિન લુઈસ જેવા અન્ય બેટ્સમેનોએ જોખમી શોટ રમીને પોતાની વિકેટ ગુમાવવી પડી હતી. વેસ્ટ ઈન્ડિઝે 11મી અને 20મી ઓવર વચ્ચે 64 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી અને મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી હતી. જેસન હોલ્ડરના ટીમમાં સામેલ થવાથી વેસ્ટ ઈન્ડિઝની ટીમ મજબૂત થઈ છે. હોલ્ડરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કર્યું હતું. જોકે UAEની સ્થિતિ વેસ્ટ ઈન્ડિઝના 'બિગ હિટર' માટે અનુકૂળ નથી. છેલ્લી સાત મેચમાં તે રમ્યો પણ જીતી શક્યો નથી. જેમાં ટુર્નામેન્ટ પહેલાની બંને પ્રેક્ટિસ મેચોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ICC T20 બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલી પાંચમા સ્થાને ખસી ગયો

બાંગ્લાદેશમાં આત્મવિશ્વાસનો અભાવ

બીજી તરફ બાંગ્લાદેશને આવી વિકેટો પર રમવાની આદત છે, પરંતુ તે તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમોને હરાવીને છઠ્ઠા ક્રમની ટીમ તરીકે ટૂર્નામેન્ટમાં પ્રવેશેલી બાંગ્લાદેશમાં આત્મવિશ્વાસનો અભાવ છે. તે તેની છેલ્લી પાંચ મેચમાંથી માત્ર બે જ જીતવામાં સફળ રહી હતી. બાંગ્લાદેશ પાસે મોહમ્મદ નઈમ, લિટન દાસ, શાકિબ અલ હસન, મહમુદુલ્લાહ અને મુશફિકુર રહીમના રૂપમાં પ્રતિભાશાળી બેટ્સમેન છે, પરંતુ તેઓ સામૂહિક યોગદાન આપવામાં નિષ્ફળ રહ્યા છે. તેની બોલિંગમાં પણ અભાવ હતો અને તેણે વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર છે. વેસ્ટ ઈન્ડિઝ સામે બાંગ્લાદેશના સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે.

આ પણ વાંચો: નેશનલ ટીવી પર ચાલું શૉમાં શોએબ અખ્તરની થઈ બેઇજ્જતી, આપી દીધું રાજીનામું

આ મુજબ છે ટીમો.

વેસ્ટ ઈન્ડિઝ: કિરોન પોલાર્ડ (કેપ્ટન), નિકોલસ પૂરન, ડ્વેન બ્રાવો, રોસ્ટન ચેઝ, આન્દ્રે ફ્લેચર, ક્રિસ ગેલ, શિમરોન હેટમાયર, એવિન લુઈસ, જેસન હોલ્ડર, લેન્ડલ સિમન્સ, રવિ રામપોલ, આન્દ્રે રસેલ, ઓશેન થોમસ, હેડન વોલ્શ જુનિયર, અકીલ હુસેન.

બાંગ્લાદેશ: મહમુદુલ્લાહ (કેપ્ટન), લિટન દાસ, મોહમ્મદ નઈમ, મહેદી હસન, શાકિબ અલ હસન, સૌમ્ય સરકાર, મુશફિકુર રહીમ, નુરુલ હસન, અફીફ હુસૈન, નસુમ અહેમદ, તસ્કીન અહેમદ, શમીમ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, મોહમ્મદ સૈફુદ્દીન અને શોરફુલ ઈસ્લામ.

મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.