ETV Bharat / sports

ભારતીય મહિલા હોકી ટીમ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને આપશે ટક્કર - Tokyo Olympics

ભારતીય મહિલા હોકી ટીમ (Indian women's hockey team) રવિવારે ઈંગ્લેન્ડ સામેની મેચથી હોકી વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચમાં ભારતીય ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં ઈંગ્લેન્ડ સામે મળેલી હારનો બદલો લેવા પર પણ નજર રાખશે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ FIH (Federation of International Hockey) પ્રો લીગમાં પ્રથમ વખત રમીને ત્રીજા સ્થાને રહી હતી.

ભારતીય મહિલા હોકી ટીમ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને આપશે ટક્કર

author img

By

Published : Jul 2, 2022, 4:39 PM IST

એમ્સ્ટેલ્વિન: આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય મહિલા હોકી ટીમ (Indian women's hockey team) રવિવારે વર્લ્ડ કપની પૂલ બીમાં તેમની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ત્યારે ટોક્યોમાં તેમની હારનો બદલો લેવા માટે પ્રયત્ન કરશે. ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) બ્રોન્ઝ મેડલ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 4-3થી હરાવ્યું અને ઐતિહાસિક મેડલ જીતવાથી વંચિત કરી દીઘી હતી. ભારતીય ટીમ વર્લ્ડ કપ પહેલા ઉત્સાહમાં છે, કારણ કે તે પ્રથમ વખત FIH પ્રો લીગમાં ત્રીજા સ્થાને રહી હતી.

આ પણ વાંચો: ભારતની આ મહિલાએ રેકોર્ડ સાયકલ ચલાવીને હિમાલયમાં ત્રિરંગો લહેરાવ્યો

પ્રો લીગમાં મોટી ટીમોને સખત પડકાર: વર્લ્ડ કપમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 1974ની પ્રથમ સિઝનમાં હતું. જ્યારે ટીમ ચોથા ક્રમે રહી હતી. ટોક્યોમાં ચોથા સ્થાને રહ્યા બાદ, ભારતીય મહિલા ટીમના પ્રદર્શનનો ગ્રાફ માત્ર ઉપર જઈ રહ્યો છે. મે મહિનામાં ભારતીય ટીમ FIH (Federation of International Hockey) રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી હતી, જે તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સિવાય પ્રો લીગમાં મોટી ટીમોને સખત પડકાર આપ્યો. ભારતીય ટીમ FIH પ્રો લીગમાં બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડથી આગળ રહી. અનુભવી ગોલકીપર સવિતા પુનિયાએ કમાન્ડને ખૂબ જ સારી રીતે સંભાળી છે. રાની રામપાલ ઈજાના કારણે ટોક્યો ઓલિમ્પિકથી ટીમની બહાર છે. સવિતા પોતે શાનદાર ફોર્મમાં છે અને તેને સપોર્ટ કરવા માટે યુવા ગોલકીપર બિચ્છુ દેવી પણ તૈયાર છે. ડિફેન્સમાં વાઈસ-કેપ્ટન દીપ ગ્રેસ ઈક્કા (Vice-Captain Deep Grace Ikka), ગુરજીત કૌર, ઉદિતા અને નિક્કી પ્રધાન હશે જ્યારે મિડફિલ્ડની જવાબદારી સુશીલા ચાનુ, નેહા ગોયલ, નવજોત કૌર, સોનિકા, જ્યોતિ, નિશા, મોનિકા પર રહેશે.

આ પણ વાંચો: IND vs ENG Test : પંત અને જાડેજાના નામે રહ્યો મેચનો પ્રથમ દિવસ

ટીમની નજર પોડિયમ પર છે: સલીમા ટેટે પણ શાનદાર ફોર્મમાં છે અને પ્લેમેકરની ભૂમિકા ભજવશે. વંદના કટારિયા, લાલરેમસિયામી, નવનીત કૌર અને શર્મિલા દેવી આક્રમણની જવાબદારી સંભાળશે. નક્કર તૈયારીઓ છતાં ભારત રાણી રામપાલનો અનુભવ ચૂકી જશે. 2018ના વર્લ્ડ કપમાં ભારત આઠમા ક્રમે રહ્યું હતું, પરંતુ આ વખતે ટીમની નજર પોડિયમ પર ઊભી રહેવા પર છે. વર્તમાન ફોર્મ અને પરિણામો જોતાં તે અશક્ય પણ નથી લાગતું. ભારતના મુખ્ય કોચ યાનેકે શોપમેન ખેલાડીઓની ક્ષમતાથી સારી રીતે વાકેફ છે. તેણે કહ્યું, જો આપણે આપણી ક્ષમતા પ્રમાણે રમી શકીએ તો કંઈપણ શક્ય છે. મહિલા હોકીમાં આ સમયે કોઈપણ ટીમ કોઈપણ ટીમને હરાવી શકે છે. પરંતુ સૌથી મહત્વની વસ્તુ કામગીરીમાં સાતત્ય જાળવવું છે. ઇંગ્લેન્ડની ટીમે રોઝારિયોમાં 2010ના વર્લ્ડ કપમાં (World Cup 2010) બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને 1990માં સિડનીમાં ચોથા ક્રમે રહી હતી. તે હાલમાં વર્લ્ડ રેન્કિંગમાં ચોથા ક્રમે છે. ભારતે 5 જુલાઈએ ચીન અને 7 જુલાઈએ ન્યૂઝીલેન્ડ સામે રમવાનું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.