વિમ્બલ્ડન (ઇંગ્લેન્ડ): સ્પેનના 20 વર્ષીય ટોચના ક્રમાંકિત કાર્લોસ અલ્કારાઝે અનુભવી નોવાકને હરાવી વિમ્બલ્ડન પુરૂષ સિંગલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. લગભગ 5 કલાક સુધી ચાલેલી રમતમાં, કાર્લોસ અલ્કારાઝે 23 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા સામે મુકાબલો કરીને ઈતિહાસ રચ્યો હતો. કાર્લોસ અલ્કારાઝે વિમ્બલ્ડન 2023ની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં નોવાક જોકોવિચને 1-6, 7-6, 6-1, 3-6, 6-4થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. સ્પેનિશ સ્ટાર અલ્કારાઝનું આ બીજું ગ્રાન્ડ સ્લેમ અને પ્રથમ વિમ્બલ્ડન ટાઇટલ છે.
-
A new name. A new reign. 🇪🇸@carlosalcaraz, your 2023 Gentlemen's Singles champion#Wimbledon pic.twitter.com/3KNlRTOPhx
— Wimbledon (@Wimbledon) July 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A new name. A new reign. 🇪🇸@carlosalcaraz, your 2023 Gentlemen's Singles champion#Wimbledon pic.twitter.com/3KNlRTOPhx
— Wimbledon (@Wimbledon) July 16, 2023A new name. A new reign. 🇪🇸@carlosalcaraz, your 2023 Gentlemen's Singles champion#Wimbledon pic.twitter.com/3KNlRTOPhx
— Wimbledon (@Wimbledon) July 16, 2023
અલ્કારાઝેની વિમ્બલ્ડન 2023 ની સફર: વિમ્બલ્ડન 2023 માં, અલ્કારાઝે શરૂઆતની 2 મેચોમાં સીધા સેટમાં ફ્રાન્સના જેરેમી ચાર્ડી અને એલેક્ઝાન્ડ્રે મુલરને હરાવ્યા હતા. કાર્લોસ અલ્કારાઝે ત્રીજા રાઉન્ડમાં નિકોલસ જેરીને 6-3, 6-7, 6-3, 7-5 અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઇટાલીના માટ્ટેઓ બેરેટિનીને 3-6, 6-3, 6-3, 6-3થી હરાવ્યો હતો. ક્વાર્ટર ફાઈનલમાં હોલ્ગર રૂનને 7–6, 6–4, 6–4થી અને સેમિફાઈનલમાં ડેનિલ મેદવેદેવને 6–3, 6–3, 6–3થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો.
વિમ્બલ્ડનમાં સતત 34 મેચ જીત્યા બાદ હાર્યો જોકોવિચ : જોકોવિચ 2018, 2019, 2021 અને 2022 વિમ્બલ્ડન ચેમ્પિયન છે. નોવાક જોકોવિચ 23 ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ ધરાવે છે અને 7 વિમ્બલ્ડન ટાઇટલ જીતવાનો રેકોર્ડ પણ ધરાવે છે. જો તે આ ફાઈનલ જીત્યો હોત તો તેણે સતત 5મી વખત વિમ્બલ્ડન જીત્યું હોત અને 8 વખત વિમ્બલ્ડન જીતનાર ફેડરરની બરાબરી કરી હોત. કોરોનાને કારણે 2020માં ટૂર્નામેન્ટ યોજાઈ ન હતી. જોકોવિચ 35મી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ખેલાડી છે. હવે તેણે 24મી વખત ગ્રાન્ડ સ્લેમ જીતવા માટે આ વર્ષના અંત સુધી રાહ જોવી પડશે.
આ પણ વાંચો: