- મહિલાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી પછી ટોક્યો ઓલમ્પિકના અધ્યક્ષનું રાજીનામું
- સમિતિના કાર્યકારી બોર્ડ ટૂંક સમયમાં તેમના ઉત્તરાધિકારીની પસંદગી કરે તેવી શક્યતા
- ટેલિવિઝન નિષ્ણાતો, આયોજકોના દબાણમાં આવીને યોશિરોએ રાજીનામું આપ્યું
જાપાન : ટોક્યો ઓલમ્પિક આયોજન સમિતિના અધ્યક્ષ યોશિરો મોરીએ મહિલાઓ અંગે કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણી પછી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું હતું કે, મહિલાઓ વધુ પડતું બોલી રહી છે. કારણ કે, તેમનામાં એકબીજાની પ્રતિસ્પર્ધાની ભાવના હોય છે. 83 વર્ષના પૂર્વ વડાપ્રધાને આ નિવેદન બાદ જાપાનમાં લૈંગિક સમાનતા અંગે ચર્ચા શરૂ કરી દીધી છે.
રાજીનામાં બાદ ટોક્યો ઓલમ્પિકના અધ્યક્ષે દુઃખ વ્યક્ત કર્યું
આશા છે કે, બોર્ડ તેમના ઉત્તરાધિકારીની પસંદગી ટૂંક જ સમયમાં કરશે. જોકે, રાજીનામાં બાદ ટોક્યો ઓલમ્પિકના અધ્યક્ષે બાદમાં આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું, પરંતુ ટેલિવિઝન નિષ્ણાતો, આયોજકોના દબાણ અને તેમના સામે ચાલતા ઓનલાઈન અભિયાન બાદ તેમને આ નિર્ણય લીધો છે.
સાબુરો કાબાબુચીની યોશિરો મોરીના ઉત્તરાધિકારી તરીકે પસંદગી
શરૂઆતી રિપોર્ટ્સ અનુસાર, મોરીએ 84 વર્ષના સાબુરો કાબાબુચીની પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદગી કરી છે. કાબાબુચી પૂર્વ ફૂટબોલ ખેલાડી અને જાપાનમાં આ રમતની સંચાલન સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમને વર્ષ 1964માં ઓલમ્પિકમાં જાપાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું.