ETV Bharat / sports

ખેલમહાકુંભમાં પારાવાડા ગામની રાંભીએ રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો - ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાએ પ્રથમ નંબર

પોરબંદર: જિલ્લાનાં પારાવાડા ગામની યુવતીએ ખેલમહાકુંભ 2019માં ગોળાફેક સ્પર્ધામા રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવી રૂપિયા 21,500નો પુરસ્કાર મેળવ્યો છે. સિડા રાંભીબેન કોઇ કોચ વગર યૂ-ટ્યુબના માધ્યમથી ટેકનીક શીખી ખેતરમાં જાતે જ ગોળાફેક, ચક્રફેકની પ્રેક્ટીસ કરે છે. તેમણે પોતાની જાત પર વિશ્વાસ અને સખત મહેનત રાખી પથ્થરને રમતનું સાધન બનાવીને ખેલમહાકુંભના પ્લેટફોર્મ પર વિજેતા બન્યા છે.

ETV BHARAT
પોરબંદરના પારાવાડા ગામની યુવતીએ ખેલમહાકુંભમાં રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો
author img

By

Published : Jan 2, 2020, 1:13 PM IST

રાજ્યના છેવાડમાં રહેતો નાગરિક પણ પોતાનામાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવી પોતાની પ્રતિભા વિશ્વ સમક્ષ બતાવી શકે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. ખેલમહાકુંભના માધ્યમથી અસંખ્ય ખેલાડીઓ રમતના મેદાનમાં પોતાના ધ્યેયો સફળ કરતા થયા છે. ખેલમહાકુંભમા ભાગ લેનારા ખેલૈયાઓની સંખ્યામાં દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર કરોડો રૂપિયાના ઇનામ વિતરણ કરીને વિજેતા ખેલાડીઓનું સમ્માન કરે છે તથા રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ રમવા માટેની સુવિધા પુરી પાડે છે.

ETV BHARAT
ગોળાફેંકની પ્રેક્ટીસ

પોરબંદરથી 35 કિલોમીટર દુર પારાવાડા ગામમાં રહેતી ખેડૂતપુત્રી રાંભીબેન સીડાને નાનપણથી રમતગમત ક્ષેત્રે આગળ વધવાની ઇચ્છા હતી. આ માટે રાંભીબેન પોતાના ખેતરમાં કોઇપણ કોચ વગર જાતે જ ગોળાફેક અને ચક્રફેકની તાલીમ મેળવે છે. તેમણે ખેલમહાકુંભનુ પ્લેટફોર્મ મળવાથી તે પોતાની પ્રતિભા બહાર લાવી શક્યાં અને ગોળાફેકમાં રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવીને તમામનું દિલ જીતી લીધું.

ETV BHARAT
ચક્રફેંકની પ્રેક્ટીસ

વર્ષ 2017માં ખેલમહાકુંભમાં ચક્રફેકમાં રાજ્યકક્ષાએ બીજો નંબર, વર્ષ 2018માં રાજ્યકક્ષાએ ચક્રફેકમાં ત્રીજો નંબર અને યુનિવર્સિટી લેવલે 2 વખત પ્રથમ અને એક વખત નંબર 2 સાથે નંબર વિજેતા તથા વર્ષ 2019ના ખેલમહાકુંભમાં ગોળાફેકમાં રાજ્યકક્ષાએ પ્રથમ નંબરે વિજેતા બની રૂપિયા 21,500નો પુરસ્કાર મેળવનારા સફળ યુવતી રાંભી પોતાની સફળતા વિશે કહે છે કે, આ ટેકનોલોજીના સમયમાં સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરીને ઘણું બધુ શીખી શકાય છે. હું સવાર- સાંજ નિયમીત અમારા ખેતરમાં ગોળાફેક અને ચક્રફેકની પ્રેકટીસ કરૂં છું. આ માટે જરૂરી તમામ ટેકનીક હું યૂ-ટ્યુબ પર નિયમીત જોતી રહું છું. ગોળાફેક માટે કયારેક ભારે પથ્થર તો કયારેક લોખંડનો ગોળો પ્રેક્ટીસ માટે ઉઠાવું છું. ખેલમહાકુંભ સુધી મેં જાતે જ મહેનત કરીને નંબર મેળવ્યો છે.

રાંભીબેનના માતા-પિતા કહે છે કે, છોકરી નાનપણથી જ રમતીયાળ છે. આખો દિવસ કસરત સાથે ખેતીકામ પણ કરતી જાય છે. BAનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા માટે પરિશ્રમ કરે છે. ઘરમાં કોઇ રોકટોક નથી, રાંભીએ 4 વખત નેશનલ લેવલના ચક્રફેકમાં ભાગ લીધો છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર ખેલમહાકુંભ યોજે છે, જેના કારણે દરેક વાલીઓની દિકરીઓના સપના અને ધ્યેય પૂર્ણ થાય છે. માટે કોઇની ચિંતા કર્યા વિના દિકરીને સાથ આપવો જોઇએ જેથી તે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધી શકે.

આજના સમયમાં દિકરાઓની જેમ દિકરીઓ પણ દરેક ક્ષેત્રે આગળ વધે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. આ અંગે યુવતીએ કહ્યું કે, ગામડાઓમાં રહેનારી દિકરીઓ રમત-ગમત અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે પરિવારજનોએ જાગૃત થઇને દિકરીઓને પણ દિકરાની જેમ આગળ વધવા સાથ સહકાર આપવો જોઇએ. મારા પરિવારે મને સંપૂર્ણ સહકાર આપ્યો, જેથી મારામાં રહેલી પ્રતિભાને હું બહાર લાવી શકી છુ. મારી ઈચ્છઆ ભવિષ્યમાં સીનિયર કોચ બનીને રાજ્ય તથા દેશ માટે ખેલાડીઓ તૈયાર કરવાની છે.

Intro:પોરબંદરનાં પારાવાડા ગામની યુવતિએ ખેલમહાકુંભ ગોળાફેકમા રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો

હું યુ-ટ્યુબના માધ્યમથી ટેકનીક શીખીને ખેતરમાં જાતે જ ગોળાફેક, ચક્રફેકની પ્રેકટીસ કરુ છુ : સિડા રાંભીબેન

પોરબંદર જિલ્લાનાં પારાવાડા ગામની યુવતિએ ખેલમહાકુંભ ૨૦૧૯માં ગોળાફેક સ્પર્ધામા રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવી રૂ.૨૧.૫૦૦નો પુરસ્કાર મેળવ્યો છે. સિડા રાંભીબેન કોઇ કોચ વગર યુ-ટ્યુબના માધ્યમથી ટેકનીક શીખીને વાડીએ ખેતરમાં જાતે જ ગોળાફેક, ચક્રફેકની પ્રેકટીસ કરે છે. હર્ષની લાગણી સાથે રાંભીબહેન કહે છે કે, પોતાની જાત પર વિશ્વાસ અને સખત મહેનત હોય, પથ્થરને પણ રમતનુ સાધન બનાવવાની આવડત હોય તથા ખેલમહાકુંભ જેવુ પ્લેટફોર્મ હોય તો કોઇપણ છેવાડાનો ખેલાડી વિજેતા બની શકે છે.

Body:
રાજ્યનાં છેવાડમાં રહેતો નાગરિક પણ પોતાનામાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવી પોતાની પ્રતિભા વિશ્વ સમક્ષ બતાવી શકે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. ખેલમહાકુંભના માધ્યમથી અસંખ્ય ખેલાડીઓ રમતના મેદાનમાં પોતાના ધ્યેયો સફળ કરે છે. ખેલમહાકુંભમા ભાગ લેનાર ખેલૈયાઓની સંખ્યામાં દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર કરોડો રૂપિયાના ઇનામો વિતરણ કરીને વિજેતા ખેલાડીઓના સન્માન કરે છે. તથા રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ રમવા માટેની સુવિધા પુરી પાડે છે, કેમ્પ યોજે છે. ખેલમહાકુંભ થકી ગુજરાતના શાળાના ભુલકાઓથી લઇને ૬૦ વર્ષથી ઉપરની ઉમરના વડીલો પણ રમતના મેદાનમાં જોવા મળતા થયા છે.

પોરબંદર થી ૩૫ કિલોમીટર દુર પારાવાડા ગામમાં રહેતી ખેડુતપુત્રી રાંભીબેન દેવસીભાઇ સીડાને નાનપણ થી જ રમતગમત ક્ષેત્રે આગળ વધવાની તીવ્ર ઇચ્છા હતી. આ માટે રાંભીબહેન પોતાની વાડીએ ખુલ્લા ખેતરમા કોઇપણ કોચ વગર જાતે જ ગોળાફેક અને ચક્રફેકની તાલીમ મેળવે છે. તેમને ખેલમહાકુંભનુ પ્લેટફોર્મ મળતા રાંભી પોતાની પ્રતિભાને બહાર લાવી શકી અને ગોળાફેકમાં રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવીને સાબીત કર્યુ કે, પોતાની જાત પર વિશ્વાસ અને સખત મહેનત હોય તથા ખેલમહાકુંભ જેવુ પ્લેટફોર્મ હોય તો કોઇપણ છેવાડાનો ખેલાડી વિજેતા બની શકે છે.

વર્ષ ૨૦૧૭માં ખેલમહાકુંભમાં ચક્રફેકમાં રાજ્યકક્ષાએ બીજો નંબર,વર્ષ ૨૦૧૮માં રાજ્યકક્ષાએ ચક્રફેકમાં ત્રીજો નંબર અને યુનિવર્સિટી લેવલે બે વાર પ્રથમ અને એકવાર બીજો નંબર વિજેતા તથા વર્ષ ૨૦૧૯નાં ખેલમહાકુંભમાં ગોળાફેકમાં રાજ્યકક્ષાએ પ્રથમ નંબરે વિજેતા બની રૂ. ૨૧.૫૦૦ નો પુરસ્કાર મેળવનાર સફળ યુવતિ રાંભી પોતાની સફળતા વિશે કહે છે કે, આ ટેકનોલોજીનાં સમયમાં સોશ્યલ મીડિયાનો સદઉપયોગ કરીને પણ ઘણુ બધુ શીખી શકાય છે. હું સવાર અને સાંજ દરરોજ અમારા ખુલ્લા ખેતરમાં ગોળાફેક અને ચક્રફેકની જાતે જ પ્રેકટીસ કરૂ છુ. આ માટે જરૂરી તમામ ટેકનીક હું યુ ટ્યુબ પર નિયમીત જોતી રહું છુ. ગોળાફેક માટે કયારેક ભારે પથ્થર તો કયારેક લોખંડનો ગોળો પ્રેકટીસ માટે ઉઠાવુ છું. ખેલમહાકુંભ સુધી મે જાતે જ મહેનત કરીને નંબર મેળવ્યો છે. ખેલમહાકુંભ નંબર આવ્યા બાદ રાજ્ય સરકાર દ્રારા કેમ્પ યોજાતા હોય તેમા સીનિયર કોચ વિશેષ તાલીમ આપે છે, ઉપરાંત મે અમારા સમાજ દ્દારા યોજાયેલ ક્લાસમા તાલીમ લીધી હતી. માણસ પોતાનો ધ્યેય નક્કી કરી મહેનતમા પુરતુ ધ્યાન આપે તો સફળતા મળે જ છે.

રાંભીબેનની માં દેવીબેન તથા પાપા દેવસીભાઇ કહે છે કે, છોકરી નાનપણથી જ રમતીયાળ છે. આખો દિવસ કસરત અને સાથે ખેતીકામ પણ કરતી જાય છે. બી.એ.નો અભ્યાસ પુર્ણ કર્યા બાદ રમત ગમત ક્ષેત્રે આગળ વધવા માટે પરિશ્રમ કરે છે. ઘરમાં કોઇ રોકટોક નથી, રાંભીએ ચાર વાર નેશનલ લેવલે ચક્રફેકમાં ભાગ લીધેલ છે. તે પ્રાથમિકમા ભણતી ત્યારથી ચક્રફેકમા રસ ધરાવે છે. ગુજરાત સરકાર ખેલમહાકુંભ યોજે છે તો દરેક વાલીઓએ પોતાની દિકરીઓના સપના અને ધ્યેયો સફળ થાય તે માટે કોઇની પરવા કર્યા વગર પોતાની દિકરીને સાથ આપવો જોઇએ જેથી તે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધી શકે.

આજના સમયમાં દિકરાઓની જેમ દિકરીઓ પણ દરેક ક્ષેત્રે આગળ વધે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે તે સંદર્ભે રાંભીબહેને કહ્યુ કે, ખાસ કરીને ગામડાઓમાં રહેતી દિકરીઓ રમત-ગમત અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે પરિવારજનોએ જાગૃત થઇને દિકરીઓને પણ દિકરાની જેમ આગળ વધવા સાથ સહકાર આપવો જોઇએ, મારા પરિવારે મને પુરો સહકાર આપ્યો જેથી મારામા રહેલી પ્રતિભાને હુ બહાર લાવી છુ. હું ભવિષ્યમાં સીનિયર કોચ બનીને રાજ્ય તથા દેશ માટે ખેલાડીઓ તૈયાર કરવા ઇચ્છુ છુ. સાથે સાથે ગોળાફેક, ચક્રફેકમાં પણ હજુ આગળ વધવાની ઇચ્છા રાખુ છુ, ગુજરાત સરકાર દ્રારા યોજાતો ખેલમહાકુંભ કાર્યક્રમ ખરેખર પારદર્શક છે. હિંમતનગર ખાતે યોજાયેલ રાજ્ય લેવલના ગોળાફેકમાં મેં અંદાજે સાડા પાંચ કિલોનો ગોળો સાડા દસ મીટરનાં અંતરે દુર ફેકીને પ્રથમ નંબર મેળવ્યો છે. ખેલમહાકુંભ થકી મારા જેવા કેટલાય ખેલાડીઓ આજે રાજ્ય અને દેશ સુધીની સ્પર્ધામાં ભાગ લઇને વિજેતા પુરવાર થઇ રહ્યા છે.

આમ ગુજરાત સરકાર દ્રારા યોજાતો ખેલમહાકુંભ રાજ્યનાં ખેલાડીઓને એક ખુબ જ સરસ પ્લેટફોર્મ પુરૂ પાડે છે. આ ખેલાડીઓ દેશ વિદેશમાં યોજાતી રમતોમા ભાગ લઇને નવી પેઢી માટે આદર્શ બની રહ્યા છે. તથા પોતાના ધ્યેયોને સાકાર કરે છે. ગુજરાતનાં ગામડાઓમા રાંભી જેવા કેટલાય ખેલાડીઓ હશે જે કોઇ જાતની ટ્રેનિંગ વગર જાતે જ પરિશ્રમ કરીને પોતે નિર્ધારિત કરેલ ધ્યેય સુધી પહોંચવા રાત દિવસ મહેનત કરતા હોય છે. આ ખેલાડીઓના ધ્યેયોને સફળ બનાવવા માટે, ગુજરાતીઓ ખેલકૂદમાં વધુને વધુ આગળ વધે તે માટે રાજ્ય સરકાર ખેલમહાકુંભ યોજે છેConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.