ETV Bharat / sports

PORTUGAL VS SWITZERLAND: પોર્ટુગલે ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડને હરાવ્યું, ગોન્ઝાલો રામોસની હેટ્રિક

author img

By

Published : Dec 7, 2022, 10:25 AM IST

કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપ 2022ના (FIFA world cup 2022) નોકઆઉટ રાઉન્ડમાં પોર્ટુગલે ગઈકાલે રાત્રે સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મોટી જીત બાદ પોર્ટુગલની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે જ્યારે સ્વિત્ઝર્લેન્ડની ટીમ બહાર થઈ ગઈ છે.

PORTUGAL VS SWITZERLAND: પોર્ટુગલે ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડને હરાવ્યું, ગોન્ઝાલો રામોસની હેટ્રિક
PORTUGAL VS SWITZERLAND: પોર્ટુગલે ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડને હરાવ્યું, ગોન્ઝાલો રામોસની હેટ્રિક

દોહા : ફિફા વર્લ્ડ કપ 2022ની (FIFA world cup 2022) પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં પોર્ટુગલે સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી હરાવ્યું હતું. આ મોટી જીત બાદ પોર્ટુગલની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે જ્યારે સ્વિત્ઝર્લેન્ડની ટીમ બહાર થઈ ગઈ છે. ગોન્ઝાલો રામોસને મેચમાં સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પડતા મુકીને તક મળી હતી. રામોસે આ તકનો ફાયદો ઉઠાવ્યો અને શાનદાર હેટ્રિક સાથે મેચને એકતરફી બનાવી દીધી. પહેલા હાફથી જ મેચ એકતરફી જણાતી હતી અને પોર્ટુગલે 2-1ની સરસાઈ મેળવી લીધી હતી.

પોર્ટુગલ માટે ગોન્ઝાલો રામોસે હેટ્રિક ફટકારી હતી : પોર્ટુગલ 16 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા 2006માં પોર્ટુગલની ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી. તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો પ્રથમ વર્લ્ડ કપ હતો. પોર્ટુગલની ટીમે આ મેચમાં છ ગોલ કર્યા હતા, પરંતુ રોનાલ્ડો એક પણ ગોલ કરી શક્યો નહોતો. રોનાલ્ડોને મેચમાં રિપ્લેસમેન્ટ તરીકે 73મી મિનિટે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. પોર્ટુગલ માટે ગોન્ઝાલો રામોસે હેટ્રિક ફટકારી હતી.

રોનાલ્ડો પાંચ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો હતો : તેને રોનાલ્ડોની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રામોસે 17મી, 51મી અને 67મી મિનિટમાં ગોલ કર્યા હતા. તેમના સિવાય પેપેએ 33મી, રાફર ગુરેરોએ 55મી અને રાફેલ લિયાઓએ ઈન્જરી ટાઈમ (90+2મી મિનિટ)માં ગોલ કર્યા હતા. જો કે વર્તમાન ટૂર્નામેન્ટની પોતાની શરૂઆતની મેચમાં ગોલ કરીને રોનાલ્ડો પાંચ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો હતો, પરંતુ આ મેચમાં તેનો જાદુ ચાલ્યો નહીં. રોનાલ્ડોએ વર્લ્ડ કપના ઈતિહાસમાં કુલ આઠ ગોલ કર્યા છે, પરંતુ તે ક્યારેય નોકઆઉટમાં ગોલ કરી શક્યો નથી.

સ્વિસ ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી : સ્વિસ ટીમ 1954 બાદ પ્રથમ વખત વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. આ એ જ ટીમ છે જેણે ગયા વર્ષે યુરોપિયન ચેમ્પિયનશિપની છેલ્લી 16 મેચમાં ફ્રાંસને હરાવ્યું હતું. સ્વિટ્ઝર્લૅન્ડ છેલ્લા કેટલાક સમયથી તેમના ખંડ પર સૌથી વધુ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરતી ટીમોમાંની એક છે, પરંતુ તેણે નોકઆઉટમાં મળેલી હારમાંથી ઘણું શીખવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.