ETV Bharat / sports

ટોક્યો પેરાલિમ્પિકના ભારતીય ખેલાડીઓને વડાપ્રધાને આપી શુભેચ્છા - ભારતના સિતારાઓ પર છે મેડલની આશા

ટોક્યો પેરાલિમ્પિક 2020 (Tokyo Paralympics 2020) નો આજ મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં 22 રમતો માટે ખેલાડીઓ મેદાને ઉતરશે. 4 સપ્ટેમ્બર સુધી 54 ભારતીય ખેલાડી 9 રમતોની 63 ઈવેન્ટ્સમાં પોતાનું નસીબ અજમાવશે. ત્યારે વડાપ્રધાન મોદીએ આ ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓને શુભેચ્છા આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ વડાપ્રધાને આ ખેલાડીઓ સાથે વચ્યૂઅલ માધ્યમથી વાત કરી હતી.

ટોક્યો પેરાલિમ્પિકના ભારતીય ખેલાડીઓને વડાપ્રધાને આપી શુભેચ્છા

author img

By

Published : Aug 24, 2021, 7:27 PM IST

  • ટોક્યોમાં ફરી એક વાર વર્લ્ડ રેકોર્ડ્સ બનશે અને તૂટશે
  • ભારતીય ખેલાડીઓને વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છા
  • ભારતના સિતારાઓ પર છે મેડલની આશા

હૈદરાબાદ : 24 ઓગસ્ટ 2021થી ટોક્યોમાં ફરી એક વાર વર્લ્ડ રેકોર્ડ્સ બનશે અને તૂટશે. ટોક્યોમાં આજ મંગળવારથી શરૂ થનાર ટોક્યો પેરાલિમ્પિકના ભારતીય ખેલાડીઓને વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને શુભેચ્છા આપી છે. આ અગાઉ વડાપ્રધાને આ ખેલાડીઓ સાથે વચ્યૂઅલ માધ્યમથી વાત કરી શુભેચ્છા આપી હતી.

પ્રધાન અનુરાગ ઠાકુરે વડાપ્રધાનનો આભાર માન્યો

આ પ્રસંગે કેન્દ્રીય રમતપ્રધાન અનુરાગસિંહ ઠાકુરે દેશભરના રમતવીરોને ટેકો આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ઠાકુરે કહ્યું કે, તમારું પ્રોત્સાહન યુવાનોને રમતો અપનાવવા અને તેમાં સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે.

5 સપ્ટેમ્બર સુધી થશે મુકાબલો

ટોક્યો પેરાલિમ્પિકમાં 5 સપ્ટેમ્બર સુધી મેચ રમાશે. આમાં 163 દેશોના લગભગ 4,500 એથ્લિટ 22 રમતોમાં 540 ઈવેન્ટ્સમાં ભાગ લેશે. ભારત તરફથી 54 સભ્યોના દળ ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લેશે. આ ભારત તરફથી પેરાલિમ્પિકમાં જનારું સૌથી મોટું દળ છે. ટોક્યોમાં ભારતીય પેરા એથ્લિટ ટેબલ ટેનિસ, તરવૈયા, તીરંદાજી, કેનોઈંગ, એથ્લેટિક્સ, નિશાનેબાજી, બેડમિન્ટન, પાવરલિફ્ટિંગ અને તાઈક્વાંડો ઈવેન્ટમાં ભાગ લેશે. ઓપનિંગ સેરેમનીમાં ભારતનું પ્રતિનિધિત્વ 11 સભ્યોનું દળ કરશે, જેમાં 5 ખેલાડી હશે. કોરોનાના વધતા કેસના કારણે રમત દરમિયાન ઓલિમ્પિકની જેમ દર્શકોની હાજરી નહીં હોય.

કોણ છે ભારતના સિતારા, જેનાથી મેડલની આશા

દેવેન્દ્ર ઝાઝરિયા (Devendra Jhajharia):

જેવલિન થ્રોમાં 2 વખત ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા દેવેન્દ્ર ઝાઝરિયાથી ફરી મેડલની આશા છે. 12 વર્ષ પહેલા એથેન્સ પેરાલિમ્પિક રમતોમાં તેમણે પહેલી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. રિયો પેરાલિમ્પિક રમતમાં ઝાઝરિયાએ 63.97 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મરિયપ્પન થંગાવેલુ (Mariyappan Thangavelu):

થંગાવલુએ રિયો રમતોમાં હાઈ જમ્પમાં 1.89 મીટર કૂદીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમિલનાડુના સલેમના રહેવાસી થંગાવેલુ દેશના ત્રીજા ગોલ્ડ મેડલિસ્ટ પેરાલિમ્પિયન બન્યા. આ ઉપરાંત તીરંદાજી અને નિશાનેબાજીથી ભારતના મેડલની આશા કરી રહ્યા છે. તીરંદાજીમાં ભારત તરફથી હરવિંદર સિંહ, વિવેક ચિકારા, રાકેશ કુમાર, શ્યામ સુંદર સ્વામી અને જ્યોતિ બાલિયાન જોર અજમાવશે. બેડમિન્ટનમાં પ્રોમદ અંતિલ અને જેવલિન થ્રોના એથ્લિટ સુમિત અંતિલ પણ મેડલોના દાવેદારમાં સામેલ છે. પાવર લિફ્ટિંગ (50 કિલો) ઈવેન્ટમાં સકીના ખાતૂન પર પણ રમત પ્રશંસકોની નજર ટકી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.