ઝ્યુરિચ : ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ અહીં પ્રતિષ્ઠિત ડાયમંડ લીગ ફાઇનલ્સ ટાઇટલ જીતી (neeraj chopra wins diamond league final trophy) ને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ચોપરા આ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય (First Indian to win Diamond League final) એથ્લેટ છે. ચોપરાએ ફાઉલ સાથે શરૂઆત કરી હતી પરંતુ તેના બીજા પ્રયાસમાં 88.44 મીટરના થ્રો સાથે ટોચ પર પહોંચી ગયા હતા. આ તેની કારકિર્દીનું ચોથું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે, જેણે આખરે તેને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તેણે તેના પછીના ચાર પ્રયાસોમાં 88.00 મીટર, 86.11 મીટર, 87.00 મીટર અને 83.60 મીટર થ્રો કર્યા હતા.
-
India's javelin ace Neeraj Chopra finishes 1st in Diamond League 2022 final in Zurich with a massive throw of 88.44m in his second attempt.
— ANI (@ANI) September 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
(File photo) pic.twitter.com/ouNEFY4ypB
">India's javelin ace Neeraj Chopra finishes 1st in Diamond League 2022 final in Zurich with a massive throw of 88.44m in his second attempt.
— ANI (@ANI) September 8, 2022
(File photo) pic.twitter.com/ouNEFY4ypBIndia's javelin ace Neeraj Chopra finishes 1st in Diamond League 2022 final in Zurich with a massive throw of 88.44m in his second attempt.
— ANI (@ANI) September 8, 2022
(File photo) pic.twitter.com/ouNEFY4ypB
ડાયમંડ ટ્રોફી : ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચેક રિપબ્લિકનો જેકોબ વડલાગે 86.94 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા ક્રમે રહ્યો હતો. તેણે તેના ચોથા પ્રયાસમાં આ સિદ્ધિ મેળવી હતી. જર્મનીના જુલિયન વેબર 83.73 મીટર સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. નીરજે જણાવ્યું હતું, આજે વડલેજ સાથેની સ્પર્ધા ખૂબ સારી રહી. તેણે સારા થ્રો પણ કર્યા હતાં. મારી પાસેથી આજે 90 મીટર સુધી બરછી ફેંકવાની અપેક્ષા હતી પરંતુ હું ખુશ છું કે, હવે મારી પાસે ડાયમંડ ટ્રોફી છે અને તે સૌથી મહત્વની બાબત છે. આ પણ મહત્વનું છે કે મારી સાથે મારો પરિવાર છે. પહેલીવાર આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આવ્યો છું, કારણ કે આ મારી છેલ્લી સ્પર્ધા છે અને તે પછી અમે વેકેશન પર પેરિસ જઈશું.
ડાયમંડ લીગ ચેમ્પિયન : નીરજે કહ્યું, હું યુજેનમાં ઈજાગ્રસ્ત થયો હતો અને મને બેથી ત્રણ અઠવાડિયા સુધી આરામની જરૂર છે. તે પછી હું રિહેબ કરીશ અને આવતા વર્ષ માટે તૈયાર થઈશ. ભારતનો આ 24 વર્ષીય ખેલાડી હવે ઓલિમ્પિક ચેમ્પિયન, વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા અને ડાયમંડ લીગ ચેમ્પિયન છે. તેણે માત્ર 13 મહિનામાં જ આ તમામ સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણે ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ ટોક્યોમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ડાયમંડ લીગ ફાઇનલ : ચોપરાએ આ સિઝનમાં છ વખત 88 મીટરથી વધુ બરછી ફેંકી છે, જે તેની સાતત્ય દર્શાવે છે. તેની પાસે 89.94 મીટરનો રાષ્ટ્રીય રેકોર્ડ છે જે તેણે તે જ સિઝનમાં હાંસલ કર્યો હતો. ચોપરાએ પણ ઈતિહાસ રચીને પોતાનું સત્ર સમાપ્ત કર્યું હતું. ડાયમંડ લીગ ફાઇનલ્સને ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ સિવાય સૌથી પ્રતિષ્ઠિત ઇવેન્ટ ગણવામાં આવે છે. ચોપરાએ ત્રીજી વખત ડાયમંડ લીગ ફાઇનલમાં ભાગ લીધો હતો. અગાઉ, તે 2017 અને 2018માં અનુક્રમે સાતમા અને ચોથા સ્થાને રહ્યો હતો.
વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય : ચોપરાને બુડાપેસ્ટ, હંગેરીમાં યોજાનારી 2023 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે ડાયમંડ ટ્રોફી, 30,000 ડોલર ઈનામની રકમ અને વાઈલ્ડ કાર્ડ મળ્યું હતું. જોકે, તેઓ પહેલા જ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થઈ ગયા હતા.
ડાયમંડ લીગ ફાઇનલમાં નીરજ ચોપરાનું પ્રદર્શન:
પહેલો પ્રયાસ ફાઉલ
બીજો પ્રયાસ 88.44 મીટર
ત્રીજો પ્રયાસ 88.00 મીટર
ચોથો પ્રયાસ 86.11 મીટર
5મો પ્રયાસ 87.00 મીટર
છઠ્ઠો પ્રયાસ 83.60