નવી દિલ્હીઃ ભારતીય રમતવીર મુરલી શ્રીશંકર ટોક્યો ઓલ્મિપિકને લઈ પોતાનો અનુભવ શેર કર્યો હતો. મુરલી શ્રીશંકર ગત મહીને ઈન્ડિયન ગ્રાં પીના પહેલા તબક્કામાં ભાગ લેવા માટે પટિયાલા પહોંચ્યાં હતાં. પરંતુ કોરોના વાઈરસના કારણે આ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી હતી.
નવેમ્બર સુધી ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ બંધ
કોરોના વાઈરસના કારણે મોટાભાગની તમામ ટુર્નામેન્ટો રદ કરવામાં આવી છે. ટોક્યો ઓલ્મિપિકની ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ પટિયાલામાં દર્શકો વિના 20 માર્ચે યોજાવવાની હતી. પરંતુ કોરોનાના કહેરને કારણે ટુર્નામેન્ચ રદ કરવામાં આવી હતી. તેમજ ઓલ્મિપિક ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ ફેડરેશન કપ સીનિયર રાષ્ટ્રીય ચૈમ્પિયન પણ રદ કરવામાં આવી છે. જે 10થી 13 એપ્રિલે યોજાવાની હતી. વિશ્વ એથલેટિક્સે નવેમ્બરના અંત સુધી ક્વોલિફિકેશન રદ કરવામાં આવી છે.
લાંબો સમયની જોવી પડશે રાહ
21 વર્ષીય શ્રીશંકરે આ અંગે કહ્યું કે,' હું પહેલી ઈન્ડિયન ગ્રાં પી માટે કેરલથી પટિયાલા ગયો હતો. પરંતુ ટુર્નામેન્ટ શરૂ થતાં પહેલા જ રદ કરવામાં આવી, જે નિરાશાજનક બાબત હત. પરંતુ હું ખુદને નસીબદાર માનુ છુ કે લોકડાઉન પહેલા જ હું મારા ઘરે પહોંચી ગયો, કારણ કે લોકડાઉન બાદ બધી ઉડાન સેવા બંધ કરવામાં આવી હત.'
વધુમાં તેમણે કહ્યું કે, 'હવે આખું સત્ર પુરૂ થઈ ગયું છે અને ક્વોલિફિકેશન ડિસેમ્બરમાં જ શરૂ થશે. હવે મોટા ભાગની પ્રતિયોગિતા આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં જ શરૂ થશે. જે ખુબ લાંબો સમય રહેશે જેની રાહ જોવી થોડી મુશ્કેલ છે.'