ETV Bharat / sports

સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપ માટે ભારતીય મહિલા કુશ્તી ટીમની પસંદગી - મહિલા કુશ્તી ટીમ

લખનઉમાં ભારતીય સિનિયર મહિલા કુશ્તી ટીમના ટ્રાયલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેચોમાં સોનમના હાથે સાક્ષી મલિક અને દિવ્યા કકરાનને રિતુ મલિકના હાથથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સોનમને આગામી એશિયા ઓલિમ્પિક ક્વોલિફાયર અને સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ સાથે મહિલા રેસલિંગ ટીમની પણ પસંદગી કરવામાં આવી હતી.

સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપ
સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપ
author img

By

Published : Mar 23, 2021, 7:07 AM IST

  • લખનઉમાં ભારતીય સિનિયર મહિલા કુશ્તી ટીમના ટ્રાયલ મેચનું આયોજન કરાયું
  • યુવા સોનમ મલિકે રિયો ઓલેમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકને આપી માત
  • એશિયન ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડલ વિજેતા દિવ્યા કાકરાનને કરવો પડ્યો હારનો સામનો

લખનઉ: રિયો ઓલેમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકને મોટો ઝટકો લાગ્યો હતો. ભારતીય સિનિયર મહિલા કુશ્તી ટીમના ટ્રાયલ મેચમાં તેઓને યુવા સોનમે રોમાંચક રીતે માત આપી હતી. તો બીજી તરફ એશિયન ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડલ વિજેતા દિવ્યા કાકરાનને ફરીથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે જ સોનમને આગામી એશિયા ઓલિમ્પિક ક્વોલિફાયર અને સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. લખનઉના સાઈ સેન્ટરમાં થયેલા ટ્રાયલમાં સોનમે 62 કિલો વજનના વર્ગમાં સાક્ષી મલિકને 8-7 પોઇન્ટથી હરાવી હતી.

આ રેસલરને આંચકો લાગ્યો

છેલ્લા બે વર્ષમાં સોનમના હાથે સાક્ષીની આ ચોથી હાર છે. આ મેચમાં સોનમ અને સાક્ષી બ્રેક બાદ 4-4થી બરાબરી પર હતા. આ દરમિયાન સાક્ષીએ ખૂબ સારો દાવ બતાવ્યો પરંતુ સોનમે નિર્ણાયક રીતે મેળવ્યો હતો. સોનમે આ અગાઉ સાક્ષીને બે વાર રાષ્ટ્રીય ટ્રાયલમાં અને એક વખત દિલ્હીમાં યોજાયેલી નેશનલ ચેમ્પિયનશીપમાં માત આપી હતી.

લખનઉમાં ભારતીય સિનિયર મહિલા કુશ્તી ટીમના ટ્રાયલ મેચનું આયોજન કરાયું

આ પણ વાંચો: અંડર-23 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપ: જેનેપ યેતગિલને પછાડી પૂજા ગહલોત પહોંચી ફાઈનલમાં

એશિયન ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા દિવ્યા કકરાનને રીતુ મલિકે આપી માત

તો બીજી તરફ 68 કિગ્રા વજનની શ્રેણીમાં એશિયન ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા દિવ્યા કકરાનને પહેલા રાઉન્ડમાં રીતુ મલિકે પરાજિત કરી હતી. જોકે આ વર્ગની ફાઇનલમાં નિશાએ રિતુ મલિકને 3-2થી હરાવી હતી. બીજી તરફ 50 કિલો વજનના વર્ગમાં સીમાએ અંકુશને 5-1થી, 57 કિલો વજન વર્ગમાં અંશુલે લલિતાને 4-1થી અને 76 કિલો વજન વર્ગમાં પૂજાએ ગુરુચરણને પરાજિત કર્યા હતા.

સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપ માટે ભારતીય મહિલા કુશ્તી ટીમની પસંદગી

ભારતીય મહિલા કુશ્તી ટીમ

50 કિલો વજન વર્ગમાં સીમા, 57 કિલો વજન વર્ગમાં - અંશુલ, 62 કિલો વજન વર્ગમાં - સોનમ, 68 કિલો વજન વર્ગમાં -નિશા, 76 કિલો વજન વર્ગમાં - પૂજા શામેલ છે.

ભારતીય સિનિયર મહિલા કુશ્તી ટીમ
ભારતીય સિનિયર મહિલા કુશ્તી ટીમ

આ પણ વાંચો: લોકડાઉનમાં પોતાને યોગ, મુવી અને પુસ્તકોમાં વ્યસ્ત રાખે છે એથલિટ રિતુ ફોગાટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.