- ચેમ્પિયનશિપમાં એશિયાઈ રમતોના ગોલ્ડ મેડાલિસ્ટ અમિત પંઘલ જોડાશે
- ચેમ્પિયનશિપમાં 6 વખતની વિશ્વ ચેમ્પિયન બોક્સર એમ. સી. મેરિકોમ પણ જોડાશે
- ભારતીય ટીમ 22 મેએ દુબઈ પહોંચી શકે છે, ત્યાં જ તેમને વિઝા મળશે
નવી દિલ્હીઃ ભારતીય બોક્સિંગ ટીમને આ મહિને થનારી દુબઈ બોક્સિંગ ચેમ્પિયનશિપ માટે પ્રવાસની મંજૂરી મળી ગઈ છે. આ ચેમ્પિયનશિપમાં એશિયા રમતોના ગોલ્ડ મેડલ વિજેતા અમિત પંઘલ અને 6 વખતની વિશ્વ ચેમ્પિયન એમ.સી. મેરિકોમ ભાગ લેશે.
આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 મે સુધી વધારવામાં આવ્યો
દરેક ખેલાડી અને સ્ટાફ પહેલાથી જ બાયો બબલમાં છે
ભારતીય બોક્સિંગ મહાસંઘ (BFI)ના અધ્યક્ષ અજયસિંહે જણાવ્યું હતું કે, ખેલાડીઓને વિઝા મળી જશે. બોક્સર્સને વિઝા ન મળવા અંગે ભારતીય ટીમને આ ચેમ્પિયનશિપમાં શામેલ થવા પર સંકટના વાદળ છવાઈ રહ્યા હતા. જોકે, BFI, UAE સરકાર અને એશિયાના બોક્સર્સ પરિસંઘે ટીમને પ્રવાસ કરાવવાની મંજૂરી આપવા પર સાથે મળીને કામ કર્યું હતું. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, દરેક ખેલાડી, કોચ અને સહાયક સ્ટાફ પહેલાથી જ બાયો બબલમાં છે. ભારતીય ટીમ 22 મેએ દુબઈ પહોંચી શકે છે અને ત્યાં પહોંચવા પર ખેલાડીઓને વિઝા આપવામાં આવશે
આ પણ વાંચોઃ WTC ફાઈનલ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, જાણો ક્યા-ક્યા ખેલાડીને મળી તક
ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી આ ટૂર્નામેન્ટ મહત્વની
આ અંગે અજય પંઘલે કહ્યું હતું કે, અમે UAE સરકાર UAEમાં ભારતના રાજદૂત પવન કપૂર અને એશિયા બોક્સિંગ ફેડરેશનના અધ્યક્ષ અનસ અલોતાએબાના આભારી છીએ કે જેમણે ભારતીય ટીમને દુબઈ મોકલવા માટે દરેક મદદ કરી. આ ઓલિમ્પિકની તૈયારીઓને જોતા મહત્વની ટૂર્નામેન્ટ છે. આ ટૂર્નામેન્ટ પહેલા નવી દિલ્હીમાં થવાની હતી, પરંતુ દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી તેને દુબઈમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.