નવી દિલ્હી: દેશ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યો છે. જેમાં કોરોના વોરિર્યસ પોતાનો જીવ હોમીને પણ લોકોની સેવા કરી રહ્યાં છે. તેમના સમર્પણને સલામ છે. જે પોતાના પરિવાર અને પોતાના જીવને જોખમમાં મુકીને લોક સેવામાં રાત-દિવસ જોતારાયેલા રહે છે. દેશ સૌ કોઈ તેમની આ લોકસેવાની સરાહના કરી રહ્યાં છે, ત્યારે ભારતીય ખેલાડી હિમા દાસે પણ શુક્રવારે રોગચાળા વચ્ચે "નિઃસ્વાર્થપણે કામ કરી રહેલા" કોરોના લડવૈયાઓને એશિયન ગેમ્સ 2018માં મિશ્રિત રિલે ઇવેન્ટનું પોતાનું ગોલ્ડ મેડલ અર્પણ કર્યું હતું.
હિમા દાસે ટ્ટીટ કરતાં કહ્યું હતું કે, "હું પોલીસ, ડૉકટરો અને અન્ય કોરોના લડવૈયાઓ જેઓ લોકોની સલામતી અને સારા સ્વાસ્થ્યની માટે આ મુશ્કેલ સમયમાં નિઃસ્વાર્થપણે કામ કરી રહ્યા છે. તે તમામને હું એશિયન ગેમ્સ 2018 ની 4x400 મિશ્રિત રિલે ઇવેન્ટની મારા અપગ્રેડેડ ગોલ્ડ મેડલને સમર્પિત કરવા માગુ છું."
ગુરુવારે, જકાર્તામાં 2018 એશિયન ગેમ્સમાં રજત જીતનારા મોહમ્મદ અનસ, એમ.આર પૂવમ્મા, હિમા અને અરોકિયા રાજીવનો સમાવેશ કરતો ભારતીય 4x400 મિશ્રિત રિલે સોનામાં અપગ્રેડ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, હિમા 400 મીટરમાં વર્લ્ડ એથ્લેટિક્સ જુનિયર ગોલ્ડ મેડલ પણ છે. જુલાઇ 12, 2018, ફિનલેન્ડના ટેમ્પેરે ખાતે ઇતિહાસ બનાવવામાં આવ્યો હતો, જ્યારે હિમા દાસે IAF વર્લ્ડ યુ 20 ચેમ્પિયનશીપમાં 400 મીટરમાં ગોલ્ડ જીત્યો હતો. જેમાં 51.46 સેકંડનો સમય રહ્યો હતો.
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, જુનિયર કે સિનિયરમાં કોઈ પણ ટ્રેક ઇવેન્ટમાં મેડલ જીતનારા તે પ્રથમ ભારતીય રમતવીર બન્યો હતો અને જેવેલિન ફેંકનારા નીરજ ચોપડાએ વર્ષ 2016 માં આવું કર્યુ તે પછી ગોલ્ડ જીતનારી બીજી ભારતીય ખેલાડી બની હતી.