ETV Bharat / sports

FIFA World Cup: ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે આજે ફિફા વર્લ્ડ કપની ફાઈનલ, - ફ્રાન્સ અને આર્જેન્ટિના

ફિફા વર્લ્ડ કપના (FIFA World Cup Final 2022) ચેમ્પિયનનો આજે નિર્ણય થશે. ફ્રાન્સ અને આર્જેન્ટિનાની ટીમો (France vs Argentina) આમને-સામને થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સનું લક્ષ્ય સતત બીજી વખત કપ જીતવાનું રહેશે. લુસેલ સ્ટેડિયમ (lusail stadium) ખાતે રાત્રે 8:30 કલાકે મેચ શરુ થશે.

Etv BharatFIFA World Cup: ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે આજે ફિફા વર્લ્ડ કપની ફાઈનલ,

author img

By

Published : Dec 18, 2022, 4:23 PM IST

Updated : Dec 18, 2022, 4:47 PM IST

દોહા: કતારમાં ચાલી રહેલા 22મા ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup Final 2022)માં કોણ ચેમ્પિયન બનશે તે આજે રાત્રે નક્કી કરવામાં આવશે. લુસેલ સ્ટેડિયમ (lusail stadium) ખાતે રાત્રે 8:30 કલાકે ફાઈનલ મેચમાં ફ્રાન્સ અને આર્જેન્ટિનાની (France vs Argentina) ટીમો આમને-સામને થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ ચોથી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. રેન્કિંગમાં આર્જેન્ટિનાની ટીમ ત્રીજા અને ફ્રાન્સ ચોથા સ્થાને છે.

ફ્રાન્સ અને આર્જેન્ટિના બે-બે વખત ચેમ્પિયન બન્યા છે: ફ્રાન્સે 1998 અને 2018 વર્લ્ડ કપ જીત્યા હતા, જ્યારે 2006માં ઉપવિજેતા રહી હતી. ફ્રાન્સે ગયા વર્લ્ડ કપની ફાઇનલમાં ક્રોએશિયાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ સાથે જ આર્જેન્ટિનાએ 1978 અને 1986માં વર્લ્ડ કપ જીત્યો હતો. 36 વર્ષ બાદ આર્જેન્ટિનાની ટીમ વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરશે. ફ્રાન્સ અને આર્જેન્ટિના બે-બે વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે, તેથી ફાઇનલ મેચમાં નજીકની લડાઈ થશે.

આર્જેન્ટિના છઠ્ઠી વખત ફાઈનલ રમશે: આર્જેન્ટિના છઠ્ઠી વખત વર્લ્ડ કપની ફાઈનલ રમવા જઈ રહ્યું છે. તે 6માંથી 2 વખત ફાઈનલ જીતીને વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. 2014ની ફાઇનલમાં જર્મનીએ આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું હતું. આ સિવાય આર્જેન્ટિના ત્રણ વખત (1930, 1990, 2014) રનર અપ પણ રહી છે.

સામ સામે: ફ્રાન્સ અને આર્જેન્ટિના અત્યાર સુધીમાં 12 વખત સામસામે ટકરાયા છે. જેમાં આર્જેન્ટિનાએ 6 મેચ જીતી છે. તે જ સમયે ફ્રાન્સે માત્ર ત્રણ મેચ જીતી છે અને ત્રણ મેચ ડ્રો રહી છે. બંનેની પ્રથમ મેચ 1930ના વર્લ્ડ કપમાં થઈ હતી. આર્જેન્ટિનાએ તે મેચ 1-0થી જીતી હતી.

આર્જેન્ટિના ટીમના ડિફેન્ડર્સ: નાહુએલ મોલિના, ગોન્ઝાલો મોન્ટીલ, ક્રિસ્ટિયન રોમેરો, જર્મન પેઝેલ્લા, નિકોલસ ઓટામેન્ડી, લિસાન્ડ્રો માર્ટિનેઝ, માર્કોસ એક્યુના, નિકોલસ ટાગ્લિયાફિકો, જુઆન ફોયથ.

મિડફિલ્ડર્સ: રોડ્રિગો ડી પોલ, લિએન્ડ્રો પેરેડેસ, એલેક્સિસ મેકએલિસ્ટર, ગિડો રોડ્રિગ્ઝ, અલેજાન્ડ્રો ગોમેઝ, એન્ઝો ફર્નાન્ડીઝ, એક્ઝિકેલ પેલેસિયોસ.

ફોરવર્ડ્સ: લિયોનેલ મેસ્સી, એન્જલ ડી મારિયા, લૌટારો માર્ટિનેઝ, જુલિયન આલ્વારેઝ, નિકોલસ ગોન્ઝાલેઝ, જોક્વિન કોરિયા, પાઉલો ડાયબાલા

ફ્રાન્સ સ્ક્વોડ:

ગોલકીપર્સ: અલ્ફોન્સો એરિએલો, હ્યુગો લોરિસ, સ્ટીવ મંદાડા

ડિફેન્ડર્સ: લુકાસ હર્નાન્ડેઝ, થિયો હર્નાન્ડેઝ, ઈબ્રાહિમ કોનાટે, જુલ્સ કોન્ડે, બેન્જામિન પાવાર્ડ, વિલિયમ સાલિબા, ડેયોટ ઉપમેકાનો, રાફેલ વરને.

મિડફિલ્ડર્સ: એડ્યુઆર્ડો કામાવિંગા, યુસેફ ફોફાના, માટેઓ ગુંડોઝી, એડ્રિયન રેબિઓટ, ઓરેલીયન ચૌમેની, જોર્ડન વેરેટોટ.

ફોરવર્ડ્સ: કરીમ બેન્ઝેમા, કિંગ્સલે કોમેન, ઓસમાન ડેમ્બેલે, ઓલિવિયર ગીરોડ, એન્ટોઈન ગ્રીઝમેન, કાઈલીયન એમબાપ્પે, માર્કસ થુરામ, રેન્ડલ કોલો મુઆની

Last Updated : Dec 18, 2022, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.