ETV Bharat / sports

FIFA વર્લ્ડ કપ 2022: સેમિફાઇનલની 4 ટીમો નક્કી, જાણો કોણ કોની સામે ટકરાશે

ફિફા વર્લ્ડ કપ 2022ની (FIFA world cup 2022) સેમી ફાઈનલની 4 નક્કી થઈ ગઈ છે. વર્તમાન ચેમ્પિયન ફ્રાન્સ, 2 વખત વિજેતા આર્જેન્ટિના તેમજ ક્રોએશિયા (ARGENTINA vs CROATIA) અને મોરોક્કો (FRANCE vs MOROCCO) છેલ્લા-4માં પહોંચી ગયા છે.

Etv BharatFIFA વર્લ્ડ કપ 2022: સેમિફાઇનલની 4 ટીમો નક્કી, જાણો કોણ કોની સામે ટકરાશે

author img

By

Published : Dec 11, 2022, 4:03 PM IST

નવી દિલ્હીઃ ફિફા વર્લ્ડ કપ 2022ની (FIFA world cup 2022) ક્વાર્ટર ફાઈનલ મેચો પૂરી થઈ ગઈ છે. આ રાઉન્ડમાં પણ ઉથલપાથલ ચાલુ રહી. બ્રાઝિલ, ઈંગ્લેન્ડ અને પોર્ટુગલ જેવી અનુભવી ટીમો ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ છે અને તેમની સફર પૂરી થઈ ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ, 2 વખતની વિજેતા આર્જેન્ટિના તેમજ ક્રોએશિયા અને મોરોક્કો સેમિફાઈનલમાં પહોંચી ગયા છે.

  • The Final Four...

    🇫🇷🇦🇷🇭🇷🇲🇦

    — FIFA World Cup (@FIFAWorldCup) December 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પ્રથમ સેમિફાઇનલ: આર્જેન્ટિના અને ક્રોએશિયા ટકરાશે. (ARGENTINA vs CROATIA) આ મેચ 14 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે રમાશે. ગત વખતની જેમ આ વખતે પણ ક્રોએશિયાની નજર ફાઇનલમાં જવા પર હશે, જ્યારે લિયોનેલ મેસીના નેતૃત્વમાં આર્જેન્ટિના દરેક કિંમતે ખિતાબની નજીક જવાનો પ્રયાસ કરી રહી છે.

બીજી સેમિફાઇનલ: ફ્રાન્સ અને મોરોક્કો (FRANCE vs MOROCCO) વચ્ચે 15 ડિસેમ્બરે બપોરે 12.30 કલાકે રમાશે. મોરોક્કોએ પોર્ટુગલ સામે શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ 1-0થી જીતીને વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ આફ્રિકન ટીમ બની. ફ્રાન્સે આકરા મુકાબલામાં ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત મેળવી અને સતત બીજી વખત સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો.

સેમી ફાઇનલનો કાર્યક્રમ

  • 14 ડિસેમ્બર આર્જેન્ટિના વિ ક્રોએશિયા, લુસેલ સ્ટેડિયમ (સવારે 12.30)
  • 15 ડિસેમ્બર નેધરલેન્ડ વિ આર્જેન્ટિના, અલ બાયત સ્ટેડિયમ (સવારે 12.30)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.