ETV Bharat / sports

ભારતની સ્ટાર એથ્લીટ દુતી ચંદે ETV BHARAT સાથે કરી ખાસ વાતચીત

ભારતીય સ્ટાર એથ્લીટ દુતી ચંદે ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, કોરોના વાઇરસને કારણે તેઓએ ઓલિમ્પિક માટે નવી તૈયારી કરવી પડશે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે, તે પરિવાર સાથે સમય વિતાવીને ખુશ છે.

exclusive-etv-bharat-in-conversation-with-indias-fastest-woman-dutee-chand
દુતી ચંદે કરી ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત
author img

By

Published : May 31, 2020, 8:50 PM IST

હૈદરાબાદ: ભારતીય સ્ટાર એથ્લીટ દુતી ચંદે ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, કોરોના વાઇરસને કારણે તેઓએ ઓલિમ્પિક માટે નવી તૈયારી કરવી પડશે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે તે પરિવાર સાથે સમય વિતાવીને ખુશ છે.

તેમને જ્યારે લોકડાઉનના દિવસો કેવા રહ્યાં તેમ પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, COVID-19 રોગચાળા પહેલા, હું હંમેશાં એક રાજ્યથી બીજા રાજ્યમાં વિવિધ પ્રોગ્રામ્સમાં ભાગ લેવા સફર કરતી હતી. જેના કારણે મારી પાસે પરિવાર સાથે સમય પસાર કરવાનો સમય ન હતો. પણ લોકડાઉન જેના કારણે વિશ્વભરની તમામ રમતો કાં તો સ્થગિત અથવા મુલતવી રાખવામાં આવી છે. તે મારા માટે એક વરદાન સાબિત થયું કારણ કે હવે હું મારા પરિવાર સાથે જ છુ અને તેમની સાથે સમય પસાર કરવામાં સક્ષમ છું.

ભારતની સ્ટાર એથ્લીટ દુતી ચંદે ETV BHARAT સાથે કરી ખાસ વાતચીત

કોરોના વાઇરસને કારણે જ્યારે બ્રેક મળ્યો છે તેના વિશે જ્યારે તમને પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે, હકીકતમાં તે મારા માટે યોગ્ય પણ રહ્યું અને ઘણું નુકસાન કારક પણ રહ્યું. એક તરફ, હું મારા પરિવાર સાથે વધુ સમય રહી તેથી ખુશ પણ છું. પરંતુ તેનુ પણ દુઃખ છે કે, હવે ટોક્યો ગેમ્સ માટેની મારી બધી તૈયારીઓ બરબાદ થઈ ગઈ છે. માર્કી ઇવેન્ટની તૈયારી માટે મેં જે રોકાણ કર્યુ હતું તે પૈસા પણ પાછા મને મળશે નહીં.

તમને શું લાગે છે કે ટોક્યો ગેમ્સ મુલતવી રાખવામાં આવી છે. જેનાથી શું તમને તૈયારી કરવા માટે વધુ સમય મળશે?

મારી તાલીમ આગામી શેડ્યૂલ પર આધારિત છે અને મેં ઓક્ટોબર 2019 માં રમાનારી ટોક્યો ગેમ્સની તૈયારી શરૂ કરી દીધી હતી. મારે એપ્રિલ અથવા મે 2020 સુધીમાં સમર ગેમ્સ માટે ક્વોલિફાઇ કરવું જોઈએ, પરંતુ હવે જ્યારે ટોક્યો ઓલિમ્પિક એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવી છે, તો મારે ફરીથી શરૂઆત કરવી પડશે.

કારકિર્દી શરૂ કરતી વખતે તેમને કયા અવરોધોનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં જ મારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દેશમાં ઘણા એવા કુટુંબો છે જે છોકરીઓને તેમના સપના પૂરા કરવા દેતા નથી પરંતુ મને આ તક આપવા બદલ હું મારા પરિવારનો આભાર માનું છું. વળી, જ્યારે મેં દોડવાનું શરૂ કર્યું ત્યારે હું મારા ગામમાં બુટ વગર દોડતી હતી, મેદાન પણ ન હતું અને મારો કોઈ કોચ નહોતો. મારા ગામના લોકોએ પણ મારા એથ્લીટ બનવાના સપનાને લઇને મારી ટીકા કરી હતી, પરંતુ મેં મારી પ્રેક્ટિસ ચાલુ રાખી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.