બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગુરુવારે ઈંગ્લેન્ડ અને કેનેડા વચ્ચે મેન્સ હોકી મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન બે ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ લડાઈ જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા. લડાઈ એટલી વધી ગઈ કે રેફરીએ દરમિયાનગીરી કરવી પડી. આ મેચ દરમિયાન કેનેડાના બલરાજ પાનેસર અને ઈંગ્લેન્ડના ક્રિસ ગ્રિફિથે (Chris Griffith of England) એકબીજાની ગરદન પકડી લીધી અને મેદાનમાં જ સામસામે આવી ગયા.
આ પણ વાંચો: CWG 2022: ભારતના શ્રીશંકરનું નામ નોંધાયું રેકોર્ડ બુકમાં
ખેલાડીઓ આવ્યા સામ-સામે: કોમનવેલ્થ ગેમ્સ 2022ની (Commonwealth Games 2022) સેમીફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડને મોટા અંતરથી જીતવું પડ્યું હતું. આ માટે ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ કેનેડા સામે ગોલ કરવા માટે સતત આક્રમક રમત બતાવી રહ્યા હતા. ત્યારપછી કેનેડિયન ખેલાડી બલરાજ પાનેસરની હોકી સ્ટિક ઈંગ્લેન્ડના ગ્રિફિથના હાથ પર વાગી અને ફસાઈ ગઈ. આનાથી ઇંગ્લિશ ખેલાડીઓ ગુસ્સે થયા અને પાનેસરને ધક્કો માર્યો. જેના કારણે પાનેશર ગુસ્સે થઈ ગયો અને તેણે ગ્રિફિથનું ગળું પકડી લીધું. ત્યારબાદ બંને ખેલાડીઓએ એકબીજાની ટી-શર્ટ પકડી લીધી અને ખેંચવા લાગ્યા.
-
😱
— Hockey World News (@hockeyWrldNws) August 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Wrong hockey sport Panesar!
Completely let down @FieldHockeyCan with that one. #cwg2022 | #Birmingham22 | #hockey pic.twitter.com/7OyYv6ZUDr
">😱
— Hockey World News (@hockeyWrldNws) August 4, 2022
Wrong hockey sport Panesar!
Completely let down @FieldHockeyCan with that one. #cwg2022 | #Birmingham22 | #hockey pic.twitter.com/7OyYv6ZUDr😱
— Hockey World News (@hockeyWrldNws) August 4, 2022
Wrong hockey sport Panesar!
Completely let down @FieldHockeyCan with that one. #cwg2022 | #Birmingham22 | #hockey pic.twitter.com/7OyYv6ZUDr
આ પણ વાંચો: પેરા-પાવરલિફ્ટર સુધીરે ભારત માટે છઠ્ઠો ગોલ્ડ જીત્યો, શ્રીશંકરે લાંબી કૂદમાં સિલ્વર મેળવ્યો
યેલો કાર્ડ બતાવીને આપી ચેતવણી: ત્યારબાદ બંને ટીમના ખેલાડીઓએ આવીને બંનેને અલગ કર્યા. આ પછી રેફરીએ કેનેડાના બલરાજ પાનેસરને (Balraj Panesar from Canada) રેડ કાર્ડ બતાવીને બહાર મોકલી દીધો. આ સાથે જ ગ્રિફિથને યેલો કાર્ડ બતાવીને ચેતવણી આપવામાં આવી હતી. ઈંગ્લેન્ડે આ મેચ 11-2થી જીતી હતી, પરંતુ તેમ છતાં ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકી નહોતી. સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે તેમને 15 ગોલના માર્જિનથી જીતવું પડ્યું હતું.