દિલ્હી : પહેલવાનથી મિક્સ્ડ માર્શલ ફાઈટર બનેલી રીતુ ફોગાટે મંગળાવરે ભારત સરકારને MMAને પ્રોત્સાહન આપવા માટે મદદ કરવા આગ્રહ કર્યો છે અને મતંવ્ય પણ આપ્યું છે કે આ ખેલાડીઓને રાષ્ટ્રીય પુરસ્કાર આપવા જોઈએ. રીતુએ IANSથી કહ્યુ, અમે પણ દેશનું પ્રતિનિધીત્વ કરીએ છે, અને હું પોતાના માટે કંઈ નથી માંગી રહી બસ હુ માત્ર નવા ખેલાડી આ રમતમાં આવી રહ્યા છે તેમના માટે વાત કરી રહી છું.
તેમણે કહ્યું કે," સરકારે આને પ્રોત્સાહન આપવું જોઈએ અને સમર્થન પણ કરવું જોઈએ કારણ કે આ ખેલ લોકોને ગમી રહ્યો છે. અર્જુન પુરસ્કાર જેવા પ્રતિષ્ઠીત પુરસ્કાર ખેલાડીઓને મળવા જોઈએ. ભારતમાં અન્ય ખેલની જેમ MMAને એક ઉચિત માન્યતા પ્રાપ્ત મહાસંઘ હોવુ જોઈએ. આપણી પાસે ભારતમાં ખૂબ સુંદર પ્રતિભાઓ છે, જે આ ખેલમાં જોડાવવા માગે છે. અમારા મેચનુ પણ ઉચિત પ્રસારણ થવું જોઈએ જેથી લોકો તેને જોવે".
આ પણ વાંચો : આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યુનિયન કેબિનેટ બેઠક યોજાશે
રિતુએ સિંગાપોરમાં એક ચેમ્પેયનશીપમાં એટોમિક વેટ ગ્રાં પ્રીના સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેણે ચીનની વર્લ્ડ નંબર 2 મેંગ બોને હરાવી છે. 27 વર્ષીય MMA ફાઈટરએ મોટી જીત પર કહ્યું, મેંગ બો સારી ખેલાડી છે, તે નંબર 2ની દાવેદાર છે, તેની પાસે મારા કરતા વધારે અનુભવ છે, પણ મે સાબિત કરી બતાવ્યું કે હું સર્વશ્રેષ્ઠ છું. હું એ આ મેચમાં કેટલીક કુશ્તીની ચાલ અને MMA શૈલીના મિશ્રણનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનની નવી સરકારનો પ્રમુખ મુલ્લા હસન અખુંદ કોણ છે? જાણો
શું તમે કુશ્મીમાં વાપસી કરશો, આ પ્રશ્ન પર રીતુએ જવાબ આપ્યો હતો કે, " હું કુશ્તીમા પાછી નહીં ફરૂ, હા મારા પિતા ઈચ્છે છે કે અમે ઓલ્પિકમાં મેડલ જીત્યે . સગીંતા વિશ્વ કુશ્તી ચેમ્પીયનશીપમાં ભાગ લેશે. તેણે સારૂ કમ બેક કર્યુ, મારીર પિતરાઈ બહેન વિનેશ ફોગાટ પણ મહેનત કરી રહી છે. તે આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં કમનસીબ હતી, પરંતુ 2024 માં પેરિસમાં મેડલ જીતવાની અપેક્ષા છે.