બેલગ્રેડ : ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ (Bajrang Punia won bronze medal World Championships) માં બ્રોન્ઝ મેડલ (Bajrang Punia wins his fourth medal) જીત્યો છે. પુનિયાએ પુઅર્ટો રિકોના સેબેસ્ટિયન રિવેરાને 11 9 થી હરાવીને 0 6 થી પુનરાગમન કર્યું અને પુરુષોની 65 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ જીત્યો. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો આ બીજો મેડલ હતો. આ પહેલા મહિલા રેસલર વિનેશ ફોગાટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
બ્રોન્જ મેડલ મેચ : અગાઉ બજરંગને ક્વાર્ટર ફાઇનલમાં યુએસએના જોન ડિયકોમિહાલિસ સામે પરાજય મળ્યો હતો. ત્યારબાદ બજરંગ રેપેચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ મેચ સુધી પહોંચ્યો અને જીતી ગયો. રિપેચેજની પ્રથમ મેચમાં બજરંગે આર્મેનિયાના વેગેન ટેવનયાનને આકરા મુકાબલામાં હરાવ્યો હતો. બજરંગે તેના અભિયાનની શરૂઆત તેની પ્રથમ મેચમાં માથામાં ઈજા સાથે કરી હતી.
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ : તે આખી ટુર્નામેન્ટમાં કંઈ ખાસ દેખાતો ન હતો પરંતુ નિર્ણાયક ક્ષણોમાં તેના અનુભવનો ઉપયોગ કરીને તેના વિરોધીઓને હરાવી અને ભારત માટે મેડલ જીત્યો. ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ પ્લેઓફ મેચમાં 6 0 થી પાછળ હતો. આ પછી બજરંગે પુનરાગમન કર્યું અને 11 9થી જીત મેળવી હતી.
પ્રથમ કુસ્તીબાજ : બજરંગે પ્રથમ વખત 2013માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી બજરંગે 2018માં સિલ્વર મેડલ જીત્યો હતો અને ત્યારબાદ તે 2019માં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. જોકે તે હજુ સુધી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી શક્યો નથી. આ વખતે તેમની પાસેથી આ દુષ્કાળ ખતમ થવાની અપેક્ષા હતી પરંતુ તેઓ તેમ કરી શક્યા નહીં. જો કે તે વિશ્વ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ જીતનારો ભારાતનો પ્રથમ કુસ્તીબાજ બન્યો છે.
ભારતમાં બ્રોન્ઝ મેડલ : આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રદર્શન બહુ સારું રહ્યું ન હતું. તેના બે જ કુસ્તીબાજો તેને મેડલ અપાવી શક્યા. બજરંગ ઉપરાંત વિનેશ ફોગાટે મહિલા વર્ગમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. તેણે 53 કિગ્રા વજન વર્ગમાં આ મેડલ જીત્યો હતો. નિશા દહિયા (68 કિગ્રા વજન કેટેગરી), સાગર જાગલાન (74 કિગ્રા વજન કેટેગરી), નવીન મલિક (70 કિગ્રા વજન કેટેગરી) મેડલ જીતવાની નજીક આવ્યા હતા પરંતુ જીતી શક્યા ન હતા. ભારતે આ ચેમ્પિયનશિપમાં 30 સભ્યોની ટીમ મોકલી હતી, પરંતુ તેના હિસ્સામાં માત્ર બે મેડલ આવી શક્યા હતા. ટોક્યો ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતનાર રવિ દહિયા આ ચેમ્પિયનશિપમાં મેડલ જીતી શક્યો નહોતો.