જયપુરઃ ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી જયપુરની અવની લેખારાએ પેરા શૂટિંગ વર્લ્ડ કપ-2022માં (Para Shooting World Cup-2022) ફરી એકવાર દેશ માટે મેડલ જીત્યો છે. આ રોમાંચક શૂટિંગ મેચમાં અવનીએ વેરોનિકાને હરાવીને ગોલ્ડ મેડલ પર નિશાન (avani lekhra Win Gold medal) સાધ્યું હતું.
રાઈફલ સ્પર્ધામાં દેશ માટે ગોલ્ડ : તમને જણાવી દઈએ કે, ફ્રાન્સમાં ચાલી રહેલા પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં જયપુરની અવની (Avni at the Shooting World Cup)એ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. અવનીએ 50 મીટર રાઈફલ સ્પર્ધામાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. ફાઈનલ મેચમાં વેરોનિકા અને અવની વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો, પરંતુ અંતિમ ક્ષણોમાં અવનીએ સાચો ટાર્ગેટ ફટકારીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
આ પણ વાંચો : અવની લેખરા પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે
વર્લ્ડ રેકોર્ડ બનાવી ગોલ્ડ મેડલ જીત્યો : આ પહેલા પણ આ જ પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં અવની લેખારાએ 250.6 પોઈન્ટ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ 10 મીટર એર રાઈફલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે અવની લેખારાએ આગામી પેરા ઓલિમ્પિક માટે પેરા ઓલિમ્પિકનો ક્વોટા પણ મેળવ્યો હતો.
-
Very emotional as I bring home the 2nd Gold Medal of this #WorldCup in the 50M 3P event with a score of 458.3. Couldn’t be happier! 🇮🇳 @narendramodi @ianuragthakur @ParalympicIndia @IndiaSports @Media_SAI @KirenRijiju @Paralympics @PTI_News https://t.co/MskVdyqShG
— Avani Lekhara अवनी लेखरा PLY (@AvaniLekhara) June 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Very emotional as I bring home the 2nd Gold Medal of this #WorldCup in the 50M 3P event with a score of 458.3. Couldn’t be happier! 🇮🇳 @narendramodi @ianuragthakur @ParalympicIndia @IndiaSports @Media_SAI @KirenRijiju @Paralympics @PTI_News https://t.co/MskVdyqShG
— Avani Lekhara अवनी लेखरा PLY (@AvaniLekhara) June 11, 2022Very emotional as I bring home the 2nd Gold Medal of this #WorldCup in the 50M 3P event with a score of 458.3. Couldn’t be happier! 🇮🇳 @narendramodi @ianuragthakur @ParalympicIndia @IndiaSports @Media_SAI @KirenRijiju @Paralympics @PTI_News https://t.co/MskVdyqShG
— Avani Lekhara अवनी लेखरा PLY (@AvaniLekhara) June 11, 2022
આ પણ વાંચો : 'ગોલ્ડન ગર્લ' અવની લેખરાએ વડાપ્રધાનને કહ્યું, તમારી વાતોને અમલમાં મૂકીને જીત્યા મેડલ
અવનીએ ગોલ્ડ જીતવાની ક્ષણને ભાવનાત્મક ગણાવી : અવનીએ ટ્વીટ કરતાં લખ્યું કે, આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. હું આ વર્લ્ડ કપમાં મારા દેશ માટે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી છું. જોકે મેં 50 મીટર થ્રી પોઝીશનમાં જીતી હતી. તમને જણાવી દઈએ કે, અવનીએ ગયા વર્ષે ઓગસ્ટમાં ટોક્યો ઓલિમ્પિકમાં SH1 કેટેગરીમાં 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણીએ મહિલા 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન SH1 માં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો અને પેરાલિમ્પિક્સમાં એકથી વધુ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.