નેધરલન્ડ્સએ પાકિસ્તાનને ઓલંપિક ક્વોલીફાયરના બીજા ચરણમાં 6-1થી હરાવ્યા. શનિવારે રમાયેલા પહેલા ચરણનો મુકાબલો 4-4ની બરાબરી પર ખતમ થયો હતો. પરંતુ નેધરલેન્ડ્સે બીજા ચરણના મુકાબલામાં ચમક પાથરતા ત્રણ વખતના ઓલંપિક ચૈમ્પિયન પાકિસ્તાનને એકતરફી અંદાજમાં હરાવી 19મી વખત ઓલંપિક રમવાની યોગ્યતા મેળવી છે.

આ તરફ કેનેડાએ વેંકુવરમાં રમાયેલ બીજા ચરણના મુકાબલામાં શુટઆઉટમાં 3-1(1-1) થી જીત મેળવતા ઓલંપિકની ટીકિટ મેળવી છે. પહેલા ચરણના મુકાબલામાં આયરલેન્ડે 5-3થી જીત મેળવી હતી. બીજા ચરણના મુકાબલામાં પણ આયરલેન્ડની ટીમ 1-0થી આગળ હતી. પેનાલ્ટી પર સ્કાટ ટપરે ગોલ કરતા કેનેડાએ મુકાબલામાં વાપસી કરી હતી. ત્યાર બાદ મેચ શુટ આઉટ સુધી ગયો, જ્યાં કેનેડાએ 3-1થી જીત મેળવી હતી.