મલાગા : એટલેટિકો પોર્ટાડા ફુટબોલ ક્લબના યુવા ટીમના 21 વર્ષના સ્પેનિશ ફુટબોલના કોચ ફાંસિસ્કો ગાર્સિયાનું કોરોના વાયરસના કારણે મોત નિપજ્યું છે. ગાર્સિયા હોસ્પિટલ ગયા બાદ તેને જાણ થઇ કે તે, કોવિડ 13ની સાથે સાથે લ્યૂકેમિયા ગ્રસ્ત હતા.
ફાંસિસ્કો માત્ર 21 વર્ષના હતા. સ્પેનમાં તેઓ કોરોના વાયરસની ઝપેટમાં આવવાથી મોત થનાર સૌથી યુવા વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે, ગાર્સિયા વર્ષ 2016થી એથેલેટિકો પોર્ટાડા સાથે જોડાયા હતા. અને કેન્સર સામે લડાઇ લડી રહ્યાં હતા. નોંધનીય છે કે, સ્પેનમાં કોરોના વાયરસના કારણે 297 લોકોના મોત થયા છે. સ્પેનમાં 8,700થી વધારે લોકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત છે. જેના પગલે સ્પેનમાં તમામ ફુટબોલ મેચને રદ કરવામાં આવી છે.
દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. 100થી વધુ દેશોમાં આ વાયરસ ફેલાયો છે. 7000થી વધુ લોકોના આ વાયરસના કારણે મોત નિપજ્યા છે. રમતની મોટી મોટી ટુર્નામેન્ટ કોરોના ઈફેક્ટના કારણે રદ કરવામાં આવી રહી છે.
દુનિયામાં લા લીગા અને પ્રીમિયર લીગ સહિત ધણી ફુટબોલની ટુર્નામેન્ટ પણ કોરોના વારસના કારણે રદ કરવામાં આવી છે.