ETV Bharat / sports

રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સમાં હટાવી કોકો-કોલાની બોટલ્સ, કંપનીને થયું 4 અરબ ડૉલરનું નુકસાન - કોકાકોલાની બોટલ

પોર્ટુગીઝ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુરોપીય ચૈમ્પયનશિપમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પોતાની સામે પડેલી કોકો-કોલા (Coca Cola)ની બોટલ હટાવી હતી. જેના કારણે વિશ્વની દિગ્ગજ કંપનીને 4 અરબ ડૉલરનો ફટકો પડ્યો છે.

રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સમાં હટાવી કોકો-કોલાની બોટલ્સ,

author img

By

Published : Jun 16, 2021, 10:59 PM IST

  • રોનાલ્ડોએ હટાવી કોકો-કોલાની બોટલ
  • ખેલાડીએ પાણી પીવાની આપી સલાહ
  • કોકો-કોલાને પડ્યો 4 અરબ ડૉલરનો ફટકો

બુડાપેસ્ટ: પોર્ટુગીઝ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યૂરોપીયન ચેમ્પિયનશીપ દરમ્યાન એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાની સામે રાખેલી કોકો-કોલા (Coca Cola)ની બોટલ હટાવી હતી. જેના કારણે કંપનીને 4 અરબ ડોલરનું નુકસાન થયું છે.

સ્વાસ્થ્ય અંગે સજાગ છે રોનાલ્ડો

રોનાલ્ડો પોતાના સ્વાસ્થ્ય અંગે ઘણા સતર્ક રહે છે અગાઉ પણ અનેક વખત તેઓ કાર્બોનેટિડ પીણા અંગે પોતાનો અણગમો દર્શાવી ચુક્યા છે. સોમવારે હંગેરી સામેની મેચ પહેલાંની એક પ્રેસકોન્ફરન્સમાં તેમની સામે રખાયેલી બે કોકો-કોલા (Coca Cola)ની બોટલ્સ હટાવી હતી અને પછી તેમણે પોર્ટુગીઝમાં સંદેશ આપ્યો હતો. જેના પરથી એવું લાગ્યું કે તેઓ પાણી પીવાની સલાહ આપી રહ્યાં હોય.

શેરની કિંમતમાં થયો ઘટાડો

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના પછી કોકો-કોલાના શેરની કિંમત 56.10 ડૉલરથી ઘટીને 55.22 ડૉલર થઇ ગઇ હતી. કોકો-કોલાની માર્કેટ વેલ્યુ 242 અરબ ડૉલરથી ઘટીને 238 અરબ ડૉલર થઇ ગઇ છે. જે દર્શાવે છે કે કંપનીને 4 અરબ ડૉલરનું નુકસાન થયું છે. આ ઘટના અંગે કોકો-કોલાએ જણાવ્યું છે કે દરેક વ્યક્તિને પોતાના સ્વાદ અને જરૂરત મુજબ પોતાનું ડ્રિંક પસંદ કરવાનો હક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.