લુસાનેઃ અફગાન ફૂટબોલ મહાસંધના પૂર્વ અધ્યક્ષ પર રાષ્ટ્રીય મહિલા ટીમની ખેલાડીયો સાથે જાતીય અને શારિરીક સતામણીનો આરોપ લાગ્યો છે. આ મામલે લગાવામાં આવેલા પ્રતિબંધની વિરોધની અરજી ફગાવી અને કાયમ માટે પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
આ પ્રતિબંધને સમર્થન આપતા રમત-ગમત ટ્રિબ્યુનલે કહ્યું કે, કરીમુદ્દીન કરીમે પાંચ વર્ષથી વધુ સમયથી ખેલાડીઓ સાથે ભયંકર ગુનો કર્યો છે. જાતીય અને શારિરીક સતામણીનો આરોપ છે. જૂબાની દરમિયાન ખેલાડીઓની સુરક્ષા માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા હતા. જેથી તેમની ઓળખ ગુપ્ત રાખી શકાય.
રમત-ગમતની દુનિયામાં અગાઉ પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે. જેમાં ખેલને શરમજનક બનવું પડ્યું છે. આવો જ એક કિસ્સો ભારતનો છે જ્યાં સાઈ દ્વારા જારી કરવામાં આવેલી એક હેલ્પલાઇનમાં પહેલા દિવસે રમતવીરો દ્વારા ઘણા જાતીય સતામણીના કેસ દાખલ કરાયા હતા.
આવી ઘટનામા ફક્ત ભારત જ નહીં, એવા ઘણા દેશો છે જે સમય-સમય પર આવા પ્રકારના કેસોની નોંધ લેતા હોય છે. તે જ સમયે, રમતગમતની વિશ્વ સંસ્થાઓ આ કેસોની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે.કારણ કે એથ્લીટ ત્યારે જ સારુ પ્રદર્શન કરી શકે છે જ્યારે તેમને સાફ વાતાવરણ મળે છે.