ETV Bharat / sports

WTC Final Ind Vs NZ Match : પાંચમાં દિવસે ભારતના 2 વિકેટે 64 રન, રિઝર્વ ડે પર શું મેચ જીતશે કે થશે ડ્રો ? - રોહિત શર્મા

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાઇ રહેલી WTC Final મેચની પાંચમા દિવસની રમતના અંતે ભારતીય ટીમે બીજી ઈનીંગમાં 2 વિકેટના નુકસાન સાથે 64 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ ઇનીંગમાં 217 રન કર્યા હતા. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ ઇનીંગ રમતા 32 રનની લીડ મેળવી હતી. હવે જોવું રહ્યુ કે WTCના છઠ્ઠા દિવસે એટલે કે રિઝર્વ ડે પર ભારત મેચ જીતશે કે પછી મેચ ડ્રો થશે...?

WTC Final Ind Vs NZ Match : પાંચમાં દિવસે ભારતના 2 વિકેટે 64 રન, રિઝર્વ ડે પર શું મેચ જીતશે કે થશે ડ્રો ?

author img

By

Published : Jun 23, 2021, 7:44 AM IST

  • WTC finalના પાંચમાં દિવસની મેચ પુર્ણ
  • ભારતે 2 વિકેટના ભોગેે બનાવ્યા 64 રન
  • રિઝર્વ ડે પરના મેચ પર રહેશે સૌની નજર

સાઉધમ્પ્ટન: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી WTC Final (World Test Championship)ના પાંચમાં દિવસની મેચ પુર્ણ થઈ છે. મેચ પુર્ણ થતા ભારતે બીજી ઇનીંગમાં 2 વિકેટના નુકસાન સાથે 64 રન બનાવ્યા છે.

ભારતીય ટીમે મંગળવારે 30 ઓવરની રમત રમી હતી. દિવસના અંતે વિરાટ કોહલી(Run Machine) (Virat Kohli) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ક્રિઝ પર રહ્યા હતા. કોહલી એ 8 રન અને પુજારા 12 રન પર રમતમાં હતા. રોહિત શર્મા(Rohit Sharma) (Hit man)ની વિકેટ ગુમાવ્યા બાદ બંનેની જોડીએ કિવી બોલરોનો સામનો કર્યો હતો.

ન્યુઝીલેન્ડએ 249 રનની પ્રથમ ઇનીંગ રમી

મંગળવારે સવારે વરસાદની અડચણથી રમત નિયત સમય કરતા થોડી મોડી શરુ થઇ હતી. પાંચમાં દિવસની શરુઆત 2 વિકેટે 101 રનથી શરુ કરીને, રમતને ન્યુઝીલેન્ડે આગળ વધારી હતી. મહંમદ શામી અને ઇશાંત શર્માની બોલીંગ સામે WTCના પાંચમાં દિવસે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો મુશ્કેલ સ્થિતીમાં જોવા મળ્યા હતા. ન્યુઝીલેન્ડએ 249 રનની પ્રથમ ઇનીંગ રમી હતી. આમ 32 રનની લીડ ભારત સામે મેળવી હતી. શામીએ 4 અને ઇશાંત શર્માએ 3 વિકેટ મેળવી હતી.

પુજારા અને રોહિતએ રમતને આગળ વધારી

249 રને ઝડપથી ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઇન્ડીયા (Team India)ને મંગળવારે WTCના પાંચમાં દિવસે બેટીંગનો યોગ્ય સમય મળી રહ્યો હતો. રોહિત શર્મા અને શુભમન ગીલ બંનેની જોડી પ્રથમ ઇનીંગની માફક લાંબુ ટકી શકી નહોતી. બંને એ 24 રનની ભાગીદારી રમત પ્રથમ વિકેટ માટે રમી હતી. ત્યારબાદ ચેતેશ્વર પુજારા અને રોહિત શર્માએ રમતને આગળ વધારી હતી. જોકે રોહિત 81 બોલની રમત રમીને 30 રન કર્યા હતા.

આ પણ વાંચોઃ IND vs NZ WTC Final Live Score - ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ્સ 249 પર સમેટાઈ, મેચ ડ્રો તરફ

સાઉથીએ ઝડપી બંન્ને ઓપનર ખેલાડીઓની વિકેટ

ન્યુઝીલેન્ડના બોલરોએ કસીને બોલીંગ કરી હતી. ભારતીય બેટ્સમેનો પર દબાણ વધારવામનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શુભમન ગીલની વિકેટ બાદ પાંચમાં દિવસની રમતના અંત સુધી ન્યુઝીલેન્ડના બોલરો સંઘર્ષ કરતા રહ્યા હતા. રોહિત શર્મા અને પુજારાએ કિવી બોલરો સામે ધૈર્ય દર્શાવી રમત રમવા પ્રયાસ કર્યો હતો. જોકે ટિમ સાઉથી બંને ઓપનર ખેલાડીઓની વિકેટને LBW ઝડપી હતી.

રિઝર્વ ડે પર કરવું પડશે શાનદાર પ્રદર્શન

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રમતમાં વરસાદ અને વાદળછાયા વાતાવરણે મેચને ખૂબ અસર કરી હતી. વરસાદે પાંચ પૈકી બે દિવસને સંપૂર્ણ રીતે ધોઇ નાંખ્યા હતા. જેને લઇ ICC સામે પણ રોષ ફેન્સ અને દિગ્ગજ પૂર્વ ખેલાડીઓ દ્વારા ઠલવાયો હતો. જોકે આઇસીસીએ પહેલાથી જ છઠ્ઠા દિવસને રિઝર્વ ડે તરીકે જાહેર કર્યો હતો. જે વરસાદ અને વાદળ છાયા સામે નુકસાન થયેલી ઓવરોની ભરપાઇ માટે જાહેર કર્યો હતો. આમ હવે મેચ છઠ્ઠા દિવસની રમતમાં પહોંચશે. જોકે પરિણામ માટે બંને ટીમોએ, રિઝર્વ ડેએ શાનદાર પ્રદર્શન રજૂ કરવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.