નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલની હાલત ગંભીર હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે હવે તેમની તબિયત સુધરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમના પ્લેટલેટ કાઉન્ટમાં નોંધપાત્ર ઘટાડો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગિલ પર મેડિકલ ટીમ દ્વારા નજર: BCCI સેક્રેટરી જય શાહે મંગળવારે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે ગિલ પર મેડિકલ ટીમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ચાહકો આશા રાખી રહ્યા છે કે બેટ્સમેન જલ્દી સ્વસ્થ થઈને ટીમમાં જોડાશે. અમદાવાદમાં 14 ઓક્ટોબર, શનિવારના રોજ યોજાનાર છે. ચેપોકમાં ભારતે છ વિકેટે જીતેલી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઈશાન કિશને કેપ્ટન રોહિત શર્મા સાથે બેટિંગની શરૂઆત કરી હતી. જો કે, આ જોડી ખરાબ રીતે નિષ્ફળ રહી કારણ કે બંને શૂન્ય પર આઉટ થયા હતા.
સીધા અમદાવાદ પહોંચે તેવી શક્યતા: ગિલ સ્વસ્થ થતાની સાથે જ તે ચેન્નાઈથી સીધો અમદાવાદમાં ટીમ ઈન્ડિયામાં જોડાઈ શકે છે. તે ચેન્નાઈમાં જ રહ્યો છે જ્યારે ટીમ ઈન્ડિયા સમોવર પર દિલ્હી પહોંચી ગઈ છે. આ જાણકારી ખુદ બીસીસીસીઆઈએ આપી છે. બુધવારે પણ કિશન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરે તેવી શક્યતા છે અને ઓસ્ટ્રેલિયા સામેની જીતમાં અણનમ રહેલા કેએલ રાહુલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે તેવી શક્યતા છે.
પાકિસ્તાન સામેની મેચ લઈને અવઢવ: શુભમન ગિલ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો. હવે તે 11 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનાર અફઘાનિસ્તાન મેચમાંથી પણ બહાર થઈ ગયો છે. ગિલના સ્વાસ્થ્યના નવીનતમ અપડેટ પછી, એવું લાગે છે કે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે યોજાનારી પાકિસ્તાન સાથેની મેચ ચૂકી શકે છે. આવી સ્થિતિમાં પ્રથમ મેચની જેમ ઇશાન કિશન રોહિત સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે.