- ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની (Women's cricket teams of India and England) ટી-20ની બીજી મેચમાં ભારતનો વિજય
- ધીમી ઓવરના કારણે ભારતીય ક્રિકેટ ટીમને (Indian cricket team) 20 ટકા દંડ ભરવો પડ્યો
- ભારતે 4 વિકેટ પર 148 બનાવ્યા તો ઈંગ્લેન્ડ 8 વિકેટ પર માત્ર 140 રન જ બનાવી શકી
નવી દિલ્હીઃ ભારતીય ટીમે ત્રણ મેચની સિરીઝમાં પહેલી મેચમાં હારનો સામનો કર્યો હતો. જ્યારે આ હારનો હિસાબ ભારતીય ટીમે બીજી મેચમાં લીધો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મહિલા ક્રિકેટ ટીમ (Women's cricket team)ની ટી-20ની બીજી મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. આ સાથે જ ભારતે ત્રણ મેચની સિરીઝ હવે 1-1થી પોતાના નામે કરી લીધી છે. બીજી મેચમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી. જોકે, હવે ખરાખરીની ત્રીજી મેચ રહેશે. આ મેચ જ નિર્ણય કરશે કે ખરેખર વિજેતા કોણ છે. જોકે, બીજી મેચમાં ભારતીય ટીમે ICC દ્વારા ટી-20 મેચ માટે નક્કી કરેલા નિયમોથી વધારે સમય લઈને બોલિંગ કરી હતી, જેના કારણે ટીમને મેચ ફીની 20 ટકા રકમ કાપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Wimbledon 2021: ભારતીય મૂળના સમીર બેનર્જીએ રચ્યો ઇતિહાસ,જુનિયર બોયઝનું ટાઇટલ જીત્યું
ભારતીય ટીમે નક્કી કરેલા સમય કરતા એક ઓવરનો સમય વધુ લગાવ્યો
ICCના જણાવ્યાનુસાર, મેચ રેફરી ફિલ વિટીકેસે આ દંડ લગાવ્યો હતો. ભારતની મહિલા ટીમ નક્કી કરેલા સમયમાં 20 ઓવર પૂર્ણ ન કરી શકી. ટીમે એક ઓવરનો સમય વધુ લગાવ્યો હતો. ICC દ્વારા જાહેર કરાયેલા પ્રકાશનમાં કહેવામાં આવ્યું હતું કે, ICC ખેલાડીઓ અને સહયોગી સ્ટાફની આચારસંહિતાની ધારા 2.22 અનુસાર, ખેલાડીઓ પર એક ઓવર ઓછી રહેવા પર મેચ ફીનો 20 ટકા દંડ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ VIDEO: જૂઓ, આ કેચના કારણે ક્રિકેટપ્રેમીઓ બની રહ્યા છે હરલીનના ફેન...
બંને ટીમ વચ્ચે 14 જુલાઈએ ત્રીજી મેચ રમાશે
ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટીમને નક્કી કરેલા સમયથી વધુ સમય લઈને બોલિંગ કરવાના મેચના રેફરીના આક્ષેપનો સ્વીકાર કર્યો છે. ત્યારબાદ ICC દ્વારા નક્કી 20 ટકા દંડ લગાવવામાં આવ્યો અને તેની કોઈ સુનાવણીની જરૂર નહતી પડી. બંને દેશ વચ્ચે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ 14 જુલાઈએ ચેમ્સફોર્ડમાં રમાશે.