ETV Bharat / sports

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ આજે 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે - વિરાટ કોહલી બર્થડે 2022

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો આજે (Virat Kohli Birthday 5 November 2022) પોતાનો 34મો જન્મદિવસ ઉજવી (Virat Kohli 34th birthday) રહ્યો છે. તેઓ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન છે. વિરાટ કોહલી T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

Team Indias star batsman Virat Kohli is celebrating his 34th birthday today

author img

By

Published : Nov 5, 2022, 10:27 AM IST

ન્યૂઝ ડેસ્ક: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો આજે (Virat Kohli Birthday 5 November 2022) પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો (Virat Kohli 34th birthday) છે. કોહલી છેલ્લા ત્રણ વર્ષથી દબાણમાં હતો. લાંબા સમય સુધી કોહલી દ્વારા કોઈ સદી ફટકારી રહ્યો ન હતો. પોતાના છેલ્લા જન્મદિવસ પર વિરાટ ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. આખા વર્ષ બાદ વિરાટના બેટમાં ફરી એકવાર આગ ભભૂકી ઉઠી છે.

સૌથી વધુ રન બનાવનાર ખેલાડી: વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988 માં થયો હતો. તેઓ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન છે. કોહલીએ 2011માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે 2013માં પ્રથમ વખત ODI બેટ્સમેનોની ICC રેન્કિંગમાં નંબર વન સ્થાને પહોંચ્યો હતો. તેણે ICC વર્લ્ડ T20 ( 2014 અને 2016 માં) માં 2 વખત મેન ઓફ ધ ટુર્નામેન્ટ જીત્યો હતો. આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં સૌથી ઝડપી 23,000 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તેમના નામે છે. તે T20 માં સર્વકાલીન સૌથી વધુ રન બનાવનાર તેમજ T20 વર્લ્ડ કપમાં વર્તમાન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.

ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન: ભૂતપૂર્વ ભારતીય સુકાની વિરાટ કોહલી ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. બેટિંગ લેજન્ડે ભારતીય ક્રિકેટ ટીમને 56 ટેસ્ટ મેચમાં 38 જીત અપાવી છે. વિરાટ કોહલીએ 2015-2017 (2005-2008થી ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગની બરોબરી) ભારતીય સુકાની તરીકે સૌથી વધુ બેક-ટુ-બેક ટેસ્ટ શ્રેણી જીતવાનો અનોખો રેકોર્ડ પણ બનાવ્યો છે.

વિરાટ કોહલી: વિરાટ કોહલીએ આ T20 વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી હતી. તેમણે 44 બોલમાં અણનમ 64 રનની ઇનિંગ રમી હતી. આ પ્રદર્શન પછી, કોહલીએ નેધરલેન્ડના મેક્સ ઓડાડ અને શ્રીલંકાના બેટ્સમેન કુસલ મેન્ડિસને પછાડીને T20 વર્લ્ડ કપ 2022માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વિરાટ કોહલીએ 4 મેચમાં 220 રન બનાવ્યા છે.

કોહલીએ તોડ્યો જયવર્દનેનો રેકોર્ડ: વિરાટ કોહલી T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલામાં કોહલીએ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દનેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જયવર્દનેએ 31 મેચમાં 1016 રન બનાવ્યા હતા. આ રીતે કોહલીએ બાંગ્લાદેશ સામે 16 રન બનાવતા જ જયવર્દનેને પાછળ છોડી દીધો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.