ETV Bharat / sports

T20 World Cup : અમે ફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની મેચ જોવા નથી માંગતા: બટલર

દુનિયાભરના કરોડો ક્રિકેટ ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચે (Pakistan vs India) ટાઈટલ મેચ જોવા ઈચ્છે છે, પરંતુ ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર બિલકુલ ઈચ્છતો (Butler said) નથી.

T20 વર્લ્ડ કપ: અમે ફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની મેચ જોવા નથી માંગતા: બટલર

author img

By

Published : Nov 9, 2022, 4:04 PM IST

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે બુધવારે એડિલેડમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું (Butler said) કે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની (Pakistan vs India) ફાઇનલ મેચ જોવા નથી માંગતો. બટલરે કહ્યું, "અમે ચોક્કસપણે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ફાઇનલ જોવા નથી માંગતા અને અમે તેમની પાર્ટીને બગાડવાનો પ્રયાસ કરીશું." સેમિફાઇનલમાં રમવા માટે દરેક લોકો ઉત્સાહિત છે. સ્વાભાવિક રીતે અમે એક મહાન ભારતીય ટીમ સામેની મેચને લઈને ખરેખર ઉત્સાહિત છીએ.

સુર્યકુમારની પ્રસંશા: સૂર્યકુમાર યાદવે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બટલરે તેના વિશે કહ્યું કે, ''તેની બેટિંગ જોવામાં ઘણી સારી લાગે છે. તે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ રહ્યો છે. તેની પાસે તમામ શોટ્સ છે, તે શોટ્સ રમવા માટે તે પોતાને પૂરો સમય આપે છે. પરંતુ કોઈપણ બેટ્સમેનની જેમ તેને પણ આઉટ થવા માટે બોલની જરૂર પડે છે.''

સંકટના વાદળો: ઈંગ્લેન્ડના ડેવિડ મલાન અને માર્ક વુડ ભારત સામેની મેચ પહેલા ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. ડાબા હાથના બેટ્સમેન માલનને રમવું મુશ્કેલ છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર માર્ક વુડના રમવા પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. બટલરે કહ્યું, ''અમે હવે તેની ઈજાઓ જોઈ રહ્યા છીએ. અમે તેને પ્લેઇંગ-11માં જાળવી રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.''

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.