ETV Bharat / sports

IND vs NZ T20: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજી T20 મેચ રમાશે - T20 સીરીઝની છેલ્લી મેચ

ભારતીય ટીમે પ્રથમ બે મેચ જીતીને શ્રેણી પર કબ્જો કરી લીધો છે(IND vs NZ T20 3rd match). ટીમ ઈન્ડિયા(Team India)ની નજર ક્લીન સ્વીપ પર હશે, જ્યારે ન્યૂઝીલેન્ડ(Team New Zealand)ની ટીમ જીત સાથે શ્રેણીનો અંત કરવા ઈચ્છશે.

IND vs NZ T20: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજી T20 મેચ રમાશે

author img

By

Published : Nov 21, 2021, 7:30 AM IST

  • આજે ત્રીજી T20 મેચ રમાશે
  • સિરીઝમાં ભારત 2-0 આગળ
  • કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે

નવી દિલ્હીઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની છેલ્લી મેચ આજે રવિવારે(IND vs NZ T20 3rd match) રમાશે. ટીમ ઈન્ડિયા(Team India)એ પ્રથમ બે મેચમાં શાનદાર પ્રદર્શન કરીને શ્રેણી પર કબજો જમાવ્યો છે અને ત્રીજી મેચ જીતીને શ્રેણી 3-0થી(last match of the T20 series ) જીતવા ઈચ્છશે. બીજી તરફ, ન્યુઝીલેન્ડ(Team New Zealand)ની ટીમ છેલ્લી મેચ જીતીને આ શ્રેણીને સન્માનજનક રીતે સમાપ્ત કરવા માંગશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને છેલ્લી બે મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. ટીમના બોલર્સ અને બેટ્સમેન બંને શાનદાર લયમાં જોવા મળી રહ્યા છે.

છેલ્લી મેચમાં ઘણા નવા ચહેરાઓને તક મળી શકે છે

ભારતીય ટીમે શ્રેણી જીતી લીધી છે અને છેલ્લી મેચમાં ઘણા યુવા ચહેરાઓને તક મળવાની આશા છે. વેંકટેશ અય્યર અને હર્ષલ પટેલે છેલ્લી બે મેચમાં ડેબ્યૂ કર્યું હતું. અવેશ ખાન ત્રીજી મેચમાં ડેબ્યૂ કરી શકે છે. તેના સિવાય સીનિયર બોલર યુઝવેન્દ્ર ચહલ પણ છેલ્લી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે.

ઈડન ગાર્ડન્સમાં રમાશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની છેલ્લી મેચ આજે રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. આ મેચનો ટોસ ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગ્યે થશે, જ્યારે રમત સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારત જશે પાકિસ્તાન ? અનુરાગે કહ્યું, સમય આવશે ત્યારે નિર્ણય લેવામાં આવશે

આ પણ વાંચો : IND vs NZ 1st T20: ન્યુઝીલેન્ડ સામેની જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર શરુઆત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.