ETV Bharat / sports

India won Asia Cup 2023 : ભારતીય ટીમે લંકા લુંટી, 8મી વખત બની એશિયા કપ ચેમ્પિયન - એશિયા કપ 2023

એશિયા કપ 2023ની ફાઈનલ મેચ તારીખ 17 સપ્ટેમ્બર એટલે કે, આજે રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ શાનદાર મેચ પહેલા ભારતના સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગિલે કહ્યું છે કે, વર્લ્ડ કપ પહેલા એશિયા કપ જીતવો ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2023, 9:57 AM IST

Updated : Sep 17, 2023, 6:48 PM IST

કોલંબો: ભારતના ઓપનર શુભમન ગિલે કહ્યું કે, ''રવિવારે શ્રીલંકા સામે એશિયા કપ ફાઈનલમાં જીત મેળવવી મત્ત્વપૂર્ણ છે. કારણ કે, આવતા મહિને શરુ થઈ રહેલા વર્લ્ડ કપ પહેલા ટીમને સારી સ્થિતિમાં રીતે રાખશે.'' ગિલે કહ્યું કે, ''એશિયા કપ જીતવાથી ટીમ આત્મવિશ્વાસથી ભરેલી હરેશે.'' ગિલે શુક્રવારે રાત્રે બાંગ્લાદેશ સામે સુપર ફોર મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ''અમારા માટે એશિયા કપની ફાઈનલ મેચ જીતવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, અમારે જીતવાની આદત બનાવવી પડશે. યોગ્ય સમયે ફોર્મમાં આવવું અને યોગ્ય સમયે વેગ મેળવવો મહત્ત્વપૂર્ણ છે.''

એશિયા કપ ફાઈનલમાં જીત મેળવવી મત્ત્વપૂર્ણ: ગિલે વધુમાં આગળ જણાવ્યું હતું કે, ''જીતનો સિલસિલો ચાલુ રાખવો મહત્ત્વપૂર્ણ છે. કારણે કે, એક કે બે મેચ હારવાથી દબાણ વધી શકે છે. જોકે, ટાઈટલ જીતવાથી અમારી ગતિ જળવાઈ રહેશે અને વર્લ્ડ કપ પહેલા અમારો આત્મવિશ્વાસ વધશે.'' શુક્રવારે રમાયેલી આ મેચમાં ભારતને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ગિલે સદી ફટકારી હતી. તેમણે આગળ કહ્યું કે, ''મને નથી લાગતું કે, અમે કોઈ પણ પ્રકારની ગતિ ગુમાવી છે. મને લાગે છે કે, અમે બાંગ્લાદેશના નિલચા ક્રમના બેટ્સમેનોને 10 થી 15 વધારાના રન બનાવવા દીધા હતા, પરંતુ આ સિવાય અમે સારુ ક્રિકેટ રમ્યા હતા.''

શુભન ગિલે આશા વ્યક્ત કરી: ગિલે કહ્યુ હતું કે, ''હું આશા રાખું છું કે, આપણે અહીં આ બાબતોમાંથી શીખીશું અને એશિયા કપ ફાઈનલમાં અને વર્લ્ડ કપમાં તેનો લાભ લઈશું. શ્રીલંકાની ટીમ સારુ ક્રિકેટ રમી રહી છે. ભારતે શ્રીલંકાને હરાવવા માટે શ્રેષ્ઠ રમત રમવી પડશે. પાકિસ્તાન સાથેની છેલ્લી મેચમાં જે રીતે તેઓ જીત્યા તે જોવું અદભૂત હતું. તેમને હરાવવા માટે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે.'' ગિલે આગળ જણાવ્યું હતું કે, ''આ બેટ્સમેન અને બોલરો માટે સારી પ્રેક્ટિસ છે. કારણ કે, ભારતમાં આપણે સામાન્ય રીતે આવી પીચ પર રમીએ છીએ. સારી ટીમ સામે આવી વિકેટો પર દબાણમાં રમવાથી અમને વર્લ્ડ કપમાં ચોક્કસપણે મદદ મળશે.''

  1. Thank You For Coming: ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 'થેન્ક યુ ફોર કમિંગ' ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું
  2. Fans Attack Akash Choudhary: ભાગ્ય લક્ષ્મી સ્ટાર આકાશ ચૌધરી પર ચાહકો દ્વારા હુમલો, વીડિયો વાયરલ
  3. Ananya Panday Budapest Trip: અનન્યા પાંડેએ વિદેશથી તસવીર કરી શેર, શિલ્પા શેટ્ટીએ આપી પ્રતિક્રિયા

Last Updated : Sep 17, 2023, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.